Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ખ્વાજાના ફલાઈંગ કેચ પર પોન્ટીંગ આફરીન

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગે વિરાટ કોહલીનો કેચ પકડવા બદલ ઉસ્માન ખ્વાજાની પ્રશંસા કરી છે. ૩૧ વર્ષના ખ્વાજાએ ૧૧મી ઓવરની પેટ કમીન્સની બોલીંગ દરમિયાન ગલીમાં કોહલીનો એવો કેચ પકડ્યો હતો જેની કોઈને આશા નહોતી. પોન્ટીંગે કહ્યું કે આ કેચથી ખબર પડે છે કે ટીમના કોચ જસ્ટીન લેન્ગરે પોતાના ખેલાડીઓને ફીટનેસને લઈને કેટલી સ્પષ્ટ સુચનાઓ આપી છે. એને કારણે જ ખેલાડીઓની ફિટનેસમાં સુધારો થયો છે.

(3:47 pm IST)