Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

આઈપીએલમાં ફરી એકવાર ચેન્નાઈની ટીમમાં જોવા મળશે ધોની

નવી દિલ્હી:પૂર્વ ભારતીય કેપ્ટન અને આઈપીએલના સૌથી સફળ કેપ્ટનમાંથી એક એવા મહેન્દ્રસિંહ ધોનીના ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કમબેક કરવાના માર્ગ ખુલી ગયા છે. આઈપીએલ ગવર્િનગ કાઉન્સિલની બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું કે, બે વર્ષ બાદ આઈપીએલમાં પુનરાગમન કરતી સીએસકે અને રાજસ્થાન રોયલ્સને ૫ક્ષ૫ ખેલાડીઓ જાળવી રાખવાની તક મળશે. 
બંને ટીમો ૨૦૧૫માં તેમની ટીમમાં સામેલ અને પછી ગુજરાત તથા પુણેની ટીમમાંથી રમેલા ખેલાડીઓ પોતાની ટીમમાં સામેલ કરી શકશે. જે રોટેશન અને રાઈટ ટુ મેચ કાર્ડ હેઠળ થશે.અન્ય ટીમો પણ ખેલાડીઓને રિટેન કરી શકશે, જેમાં રિટેન્શન અને રાઈટ ટુ મેચ કાર્ડ તથા રિટેન્શન અને રાઈટ ટુ મેચ કાર્ડના વિકલ્પ આપવામાં આવ્યા છે. 

 

(5:56 pm IST)