Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ICC ટી-૨૦ વર્લ્ડકપ ક્વોલિફાઇંગ ટુર્ના઼મેન્ટમાં ૧૬ ટીમો વચ્ચે ટક્કરઃ ૧પમી નવેમ્બર ૨૦૨૦ના રોજ ફાઇનલ

નવી દિલ્હીઃ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2020નું સંપૂર્ણ શિડ્યુલ નક્કી થઈ ગયું છે. 18 ઓક્ટોબરના રોજ શરૂ થનારી આ ટૂર્નામેન્ટની ફાઈનલ 15 નવેમ્બરના રોજ રમાશે. આઈસીસીએ આમ તો આ ટૂર્નામેન્ટનું શિડ્યુલ અગાઉ પણ જાહેર કર્યું હતું, પરંતુ એ સમયે તેમાં રમનારી ટીમના નામ નક્કી ન હતા. આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ પૂરી થવાની સાથે જ હવે તેની તમામ ટીમો પણ ફાઈનલ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ વચ્ચે ટક્કર યોજાશે. જેમાં સુપર-12 રાઉન્ડની 8 ટીમ અગાઉ નક્કી થઈ હતી અને પ્રથમ રાઉન્ડ માટેની 8 ટીમ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં નક્કી કરવામાં આવી હતી.

ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ

આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાઈંગની મેચો તાજેતરમાં જ રમાઈ હતી. જેમાં નેધરલેન્ડ્સ ચેમ્પિયન બન્યું હતું. તેણે ફાઈનલમાં પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું હતું. આ બંને ટીમે ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ બંને ટીમ ઉપરાંત ઓમાન, સ્કોટલેન્ડ, નામીબિયા અને આયર્લેન્ડની ટીમ પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગના કારણે 7મા ટી20 વર્લ્ડ કપના સુપર-12માં સીધા ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી હતી. હવે આ બંને ટીમે 2020માં યોજાનારી આ ટૂર્નામેટન્ટમાં સ્થાન બનાવવા માટે ગ્રૂપ લેવલની મેચો રમવી પડશે.

પ્રથમ રાઉન્ડમાં 8 ટીમ

આ વખતે આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડ કપનું ફોર્મેટ થોડું બદલવામાં આવ્યું છે. જેના અનુસાર પ્રથમ રાઉન્ડમાં કુલ 8 ટીમને રાખવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, પાપુઆ ન્યૂ ગિની, ઓમાન, સ્કોટલેન્ડ, નામિબીયા અને આયર્લેન્ડનો સમાવેશ કરાયો છે. પ્રથમ રાઉન્ડની 8 ટીમમાંથી ચાર ટીમ સુપર-12 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે.

સુપર-12ની 8 ટીમ

આઈસીસી દ્વારા સુપર-12 રાઉન્ડ માટેની 8 ટીમની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી હતી. આ ટીમોને તેમના રેન્કિંગના કારણે સીધો જ સુપર-12 રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હતો. ભારત અને પાકિસ્તાન સહીત કુલ 8 ટીમને ટી20 વર્લ્ડ કપ સુપર-12માં સીધું જ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

પુરુષ ટી20 વર્લ્ડ કપનો પ્રથમ રાઉન્ડ

ગ્રૂપ-A : શ્રીલંકા, પાપુઆ ન્યૂ ગિની, ઓમાન, આયર્લેન્ડ

ગ્રૂપ-B : બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નામીબિયા, સ્કોટલેન્ડ

આ બંને ગ્રૂપમાંથી ટોચની 2-2 ટીમ સુપર-12માં સ્થાન મેળવશે.

સુપર-12 ગ્રૂપની ટીમઃ

ગ્રૂપ-1 : ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, ગ્રૂપ-એ વિજેતા અને ગ્રૂપ-બીની નંબર-2 ટીમ

ગ્રૂપ-2 : ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ગ્રૂપ-બી વિજેતા અને ગ્રૂપ-એની નંબર-2 ટીમ

ICC T20 વર્લ્ડ કપ 2020નું શિડ્યુલ

18 ઓક્ટોબરઃ શ્રીલંકા વિરુદ્ધ આયર્લેન્ડ, ગિલોન્ગ

18 ઓક્ટોબરઃ પાપુઆ ન્યુ ગિની વિરુદ્ધ ઓમાન, ગિલોન્ગ

19 ઓક્ટોબરઃ બાંગ્લાદેશ વિરુદ્ધ નામિબિયા, હોબાર્ટ

19 ઓક્ટોબરઃ નેધરલેન્ડ્સ વિરુદ્ધ સ્કોટલેન્ડ, હોબાર્ટ

20 ઓક્ટોબરઃ આયર્લેન્ડ વિરુદ્ધ ઓમાન, ગિલોન્ગ

20 ઓક્ટોબરઃ શ્રીલંકા વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની, ગિલોન્ગ

21 ઓક્ટોબરઃ નામિબીયા વિરુદ્ધ સ્કોટલેન્ડ, હોબાર્ટ

21 ઓક્ટોબરઃ બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેન્ડ્સ, હોબાર્ટ

22 ઓક્ટોબરઃ ન્યુ પાપુઆ ગિની વિરુદ્ધ આયર્લેન્ડ, ગિલોન્ગ

22 ઓક્ટોબરઃ શ્રીલંકા વિરુદ્ધ ઓમાન, ગીલોન્ગ

સુપર-12 રાઉન્ડનું શિડ્યુલ

24 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, સિડની

24 ઓક્ટોબરઃ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ

25 ઓક્ટોબરઃ ક્વોલિફાયર-1 વિરુદ્ધ ક્વોલિફાયર-2, હોબાર્ટ

25 ઓક્ટોબરઃ ન્યુઝિલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, મેલબર્ન

26 ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર-A, પર્થ

26 ઓક્ટોબરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર-B, પર્થ

27 ઓક્ટોબરઃ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર-B, હોબાર્ટ

28 ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર-B, પર્થ

28 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ, પર્થ

29 ઓક્ટોબરઃ પાકિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર-A, સિડની

29 ઓક્ટોબરઃ ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-A, મેલબોર્ન

30 ઓક્ટોબરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સિડની

30 ઓક્ટોબરઃ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ક્વોલિફાયર-B, hjdL

31 ઓક્ટોબરઃ પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, પર્થ

31 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર-A, પર્થ

1 નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અફઘાનિસ્તાન, એડિલેડ

1 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબોર્ન

2 નવેમ્બરઃ ક્વોલિફાયર-A  વિરુદ્ધ ક્વોલિફાયર-B, સિડની

2 નવેમ્બરઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર-A, પર્થ

3 નવેમ્બરઃ પાકિસ્તાન વિરુદ્ધ વેસ્ટ ઈન્ડીઝ, એડિલેડ

3 નવેમ્બરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર-B, એડિલેડ

4 નવેમ્બરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન, પર્થ

5 નવેમ્બરઃ દક્ષિણ આફ્રિાક વિરુદ્ધ ક્વોલિફાયર-A, એડિલેડ

5 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-B, એડિલેડ

6 નવેમ્બરઃ પાકિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર-B, મેલબર્ન

6 નવેમ્બરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, મેલબર્ન

7 નવેમ્બરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્વોલિફાયર-A, એડિલેડ

7 નવેમ્બરઃ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ક્વોલિફાયર-A, મેલબર્ન

8 નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ક્વોલિફાયર-B, સિડની

8 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, સિડની

ICC T20 વર્લ્ડ કપમાં ભારતની મેચ

24 ઓક્ટોબરઃ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ

29 ઓક્ટોબરઃ ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-એ, મેલબોર્ન

1 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબર્ન

5 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-બી, એડિલેડ

8 નવેમ્બરઃ ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, સિડની

ICC T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ અને ફાઈનલ

11 નવેમ્બરઃ સેમીફાઈનલ-1, સિડની (1.30 PM ભારતીય સમયા)

12 નવેમ્બરઃ સેમીફાઈનલ-2, એડિલેડ (2.00 PM ભારતીય સમય)

15 નવેમ્બરઃ ફાઈનલ, મેલબર્ન (1.30 PM ભારતીય સમય)

(5:01 pm IST)