Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

17 વર્ષ પછી વિદેશી ધરતી પર જિમ્બામ્બેએ જીતી પહેલી ટેસ્ટ મેચ

નવી દિલ્હી: ઝિમ્બાબ્વેએ બોલરોના દમ પર યજમાન બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૫૧ રને પરાજય આપી છેલ્લા ૧૭ વર્ષમાં વિદેશી ધરતી પર પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. આ પહેલાં નવેમ્બર ૨૦૦૧માં બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં ટેસ્ટ મેચ જીતી હતી. ઝિમ્બાબ્વેની વિદેશી ધરતી પર આ માત્ર ત્રીજી જીત હતી. આ ઉપરાંત ઝિમ્બાબ્વેનો છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રથમ ટેસ્ટ વિજય હતો. ઝિમ્બાબ્વેએ પોતાના ટેસ્ટ ઇતિહાસમાં આ ૧૨મી જીત મેળવી હતી. ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશ સામે સાત, પાકિસ્તાન સામે ત્રણ અને ભારત સામે બે ટેસ્ટ મેચ જીતી છે.ઝિમ્બાબ્વેએ પ્રથમ દાવમાં ૨૮૨ રન બનાવ્યા હતા જેની સામે બાંગ્લાદેશ ૧૪૩ રનમાં ઓલઆઉટ થઈ જતાં ઝિમ્બાબ્વેને ૧૩૯ રનની લીડ મળી હતી. બીજા દાવમાં ઝિમ્બાબ્વેએ ૧૮૧ રન બનવતાં બાંગ્લાદેશને જીત માટે ૩૨૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બાંગ્લાદેશે ત્રીજા દિવસની રમતના અંતે વિના વિકેટે ૨૬ રન બનાવ્યા હતા. ચોથા દિવસે બ્રેન્ડન મવુતા, સિકંદર રઝા, કાઇલ ર્જાિવસ અને વેલિંગ્ટન મસાકાડ્ઝાએ વેધક બોલિંગ નાખતાં બાંગ્લાદેશની સમગ્ર ટીમ ૧૬૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મવુતાએ ૨૧ રન આપી ચાર વિકેટ ઝડપી હતી.

 

(7:50 pm IST)