Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શેન વોર્ને આ ભારતીય ક્રિકેટરને કહ્યો 'ઘમંડી'

નવી દિલ્હી: દિગ્ગજ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્નએ પોતાની આત્મકથા નો સ્પિનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રથમ સત્ર દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે સંકળાયેલ પોતાની યાદોને યાદ કરતા એક સ્ટાર ભારતીય ખેલાડીને અહંકારી, એક યુવાને ભવિષ્યનો ખેલાડી અને ખેલાડીઓ સાથે વિતાવેલા પળનો ઉલ્લેખ કર્યો છે. વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સની ટીમ આઇપીએલના પ્રથમ સત્રની વિજેતા રહી હતી.શેન વોર્ને મોહમ્મદ કૈફની ઘટનાનો ઉલ્લેખ કર્યો જેનાથી જાણવા મળે છે કે, ભારતીય અને ઓસ્ટ્રેલિયાઇ રમત સભ્યતામાં કેટલો ફરક છે. વોર્ન લખે છે કે,”મોહમ્મદ કેફે કંઇક એવું કર્યુ જેનું નિરાકરણ લાવવાની જરૂર તરત જ હતી. જ્યારે અમે રાજસ્થાન રોયલ ટીમ તરીકે હોટલ પહોંચ્યા તો તમામ ખેલાડી પોતાની ચાવી લઇને ચાલ્યા ગયાં.”તેણે વધુમાં જણાવ્યું કે,”જ્યારે હું ટીમના માલિકો સાથે રિસેપ્શન પર વાતચીત કરી રહ્યો હતો ત્યારે જ કૈફ ત્યાં પહોંચ્યો અને તેણે કહ્યું કેં હું કેફ છું.’ રિસેપ્શને કહ્યું કે, હાં અમે તમારી કઇ રીતે મદદ કરી શકુ’ કેફે ફરીથી જવાબ આપ્યો, હું કૈફ છે. ત્યારે હું કૈફ સાથે પહોંચ્યો અને તેમને પૂંછ્યું કે ભાઇ કદાચ એ લોકો જાણે છે કે તમે કૈફ છો તમારે ખરેખર જોઇએ શું છે. ત્યારે કૈફે કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય ખેલાડી છું હું સીનિયર છું મારે નાનો રૂમ નથી જોઇતો, મને બાકીના ખેલાડી કરતા મોટો રૂમ જોઇએ છે.”વોર્ને આગળ લખ્યું,”મેં કૈફને કહ્યું કે, દરેક ખેલાડીને આ જ પ્રકારના રૂમ મળ્યા છે. માત્ર મને મોટો રૂમ મળ્યો છે કારણ કે, મારે ઘણા લોકો સાથે મુલાકાત કરવાની હોય છે.” આ પછી કૈફ ત્યાંથી ચાલ્યો ગયો. તેમણે કહ્યું,”મને તે સમજમાં વધારે વાર નહી લાગી કે, સીનિયર ભારતીય ખેલાડી વધારે સન્માન મેળવવાની આશા કેમ રાખે છે. આ માટે મારે સૌનું માન મેળવવા માટે તમામ લોકો માટે સમાન નિયમો બનાવવા પડશે.”

(5:09 pm IST)