Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમેરિકન બોક્સરે કમાણીમાં ક્રિકેટરોને પાછળ છોડ્યાઃ ૩૬ મિનિટમાં ૧૮૪પ કરોડ કમાયો

નવી દિલ્‍હીઃ સામાન્ય સંજોગોમાં હંમેશા ક્રિકેટના ખેલાડીઓ સ્પોર્ટસ ક્ષેત્રમાં સૌથી વધુ કમાણી કરતા હોવાના અહેવાલો અવારનવાર બહાર આવી રહ્યા છે ત્‍યારે અેક અમેરિકન બોક્સરે કમાણીમાં ક્રિકેટરોને પાછળ છોડી દીધા છે.

બુધવારે ફોર્બ્સ મેગેઝિને સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની કે વૉટ્સનનું નામ નહીં પણ એક અમેરિકન બૉક્સરનું નામ ટૉપ પર છે. ફ્લોયડ મેવેદરની કુલ કમાણી 1913.3 કરોડ રૂપિયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રાશિનો મોટાભાગનો હિસ્સો 1845.2 કરોડ કમાવવામાં ફ્લોયડને માત્ર 36 મિનિટ જ લાગ્યા હતા.

ફ્લોયડ મેવેદર અને કોનૉર મેકગ્રેગર વચ્ચેની હાઈ પ્રોફાઈલ ફાઈટને બોક્સિંગના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફાઈટ માનવામાં આવે છે. આ ફાઈટ માટે 600 મિલિયન ડોલર (4000 કરોડ રૂપિયા) દાવ પર લાગ્યા હતા. આ ફાઈટ જીતવા પર મેવેદરને 275 મિલિયન ડોલર એટલે કે 1845.2 કરોડ રૂપિયા મળ્યા હતા. લાસ વેગાસમાં થયેલ આ ફાઈટનું 220 દેશમાં લાઈવ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

એમએમએસ બોક્સર સાથે થયેલી આ ફાઈટથી મળેલા નાણાથી મેવેદરની કુલ સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. હવે તેમના કરિયરની કુલ કમાણી એક બિલિયન ડોલર (67.1 અબજ રૂપિયા)થી વધુ થઈ ગઈ છે. તેઓ ત્રીજા ખેલાડી છે જેમના કરિયરની કુલ કમાણી 10 આંકડામાં પહોંચી ગઈ હોય.

મેવેદર સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. તેઓ પૈસાના બિસ્તર પર ઊંઘવાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. લક્ઝરી કારના શોખીન આ બોક્સર વિશે કહેવામાં આવે છે કે એમને પૈસાનો દેખાડો કરવો બહુ પસંદ છે. એક વખત તો એમણે 4 મોડલને પૈસાની ગણતરી કરવામાં લગાવી દીધી હતી. એમના મિત્રોની યાદીમાં પોપ સ્ટાર જસ્ટિન બીબર જેવા લોકો સામેલ છે.

મેવેદરને પ્રોફેશનલ ફાઈટમાં અત્યાર સુધી કોઈ નથી હરાવી શક્યું. અત્યાર સુધી એમણે 50 ફાઈટ લડી છે અને બધી જ ફાઈટમાં જીત મેળવી છે. આ દરમિયાન તેમણે 27 વખત વિપક્ષીને નોકઆઉટ કર્યા છે, જ્યારે માત્ર 23 મુકાબલામાં જ વિપક્ષી ખેલાડી એમની સામે ટકી શક્યા. જો કે હવે એમણે બોક્સિંગમાંથી સંન્યાસ લઈ લીધો છે.

(6:15 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST