Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

વિમેન્સ એશિયા કપમાં ૬ વર્ષ બાદ હાર્યુ ભારત

સાત વિકેટે વિજય મેળવનાર બાંગ્લાદેશે બનાવ્યો ટી-૨૦માં જીતનો નવો રેકોર્ડ

બાંગ્લાદેશે વિમેન્સ ટી-૨૦ એશિયા કપમાં સતત બે જીત બાદ વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચતી ભારતીય મહિલા ટીમના ખરાબ પ્રદર્શનનો લાભ ઉઠાવતા સાત વિકેટથી હરાવ્યુ હતું. થાઈલેન્ડ અને મલેશીયા પર બે શાનદાર વિજય બાદ ભારતીય ટીમ જીતનો લય જાળવી ન શકી. ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા.

આ લક્ષ્યાંકને બાંગ્લાદેશે ૧૯.૪ ઓવરમાં જ આંબ્યો હતો. ૨૦૧૨ બાદ વિમેન્સ ટી-૨૦ એશિયા કપમાં ભારતની પહેલી હાર છે. વળી બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે.

(12:47 pm IST)