Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

વિશ્વ કપમાં અમુલ બનશે અફગાનિસ્તાન ક્રિકેટ ટીમનું સ્પોન્સર

અમૂલનો લોગો વિશ્વ કપ દરમિયાન અફગાનિસ્તાન ખેલાડીઓની જર્સી સ્લીવ અને ટ્રેનિંગ કિટ પર જોવા મળશે

નવી દિલ્હીઃ અમૂલ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા ક્રિકેટ વિશ્વ કપમાં અફગાનિસ્તાનનું મુખ્ય પ્રાયોજક હશે. આશરે 45,000 કરોડ રૂપિયા (6.5 અબજ ડોલર)નો વાર્ષિક કારોબાર કરતા અમૂલનો લોગો વિશ્વ કપ દરમિયાન અફગાનિસ્તાન ખેલાડીઓની જર્સી સ્લીવ અને ટ્રેનિંગ કિટ પર જોવા મળશે. જીસીએમએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ડો. આરએસ સોઢીએ જણાવ્યું, અમે પ્રથમ વખત અફગાનિસ્તાન સાથે જોડાઇને હર્ષનો અનુભવ કરી રહ્યાં છીએ અને અમને વિશ્વાસ છે કે વિશ્વ કપમાં તે ટીમ શાનદાર પ્રદર્શન કરશે. 

 

અમૂલ અને અફગાનિસ્તાન એકબીજાનું જોડાણ હંમેશા શેર કરતા રહ્યાં છે. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન (જેને ફ્રંટિયર ગાંધી કહેવામાં આવી છે) 1969માં અમૂલનો પ્રવાસ કર્યો હતો અને ડો. વી. કુરિયનની સાથે મુલાકાત બાદ અમૂલ ડેરી સહકારિતાનો વિશેષ અભ્યાસ કર્યો છે. સોઢીએ જણાવ્યું કે, અફગાનિસ્તાનની મહિલા દુધ ઉત્પાદકોના ઘણા પ્રતિનિધિમંડળે અમૂલનો પ્રવાસ કર્યો છે. અમૂલ ગ્રામિણ ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું એક મજબૂત મોડલ છે, જેને અફગાનિસ્તાનના લોકો દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. 

(8:56 pm IST)