Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

પાકિસ્તાનના અન્ડર-૧૯ ટીમના કોચ બનવાની યુનુસ ખાને ના પાડી દીધી

કરાચી : પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન યુનિસ ખાને પાકિસ્તાનની અન્ડર ૧૯ નેશનલ ટીમના કોચ બનવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. કોચની સાથે-સાથે સિલેકટરોના ચેરમેન તરીકે નિમવાની તેની માગણી બોર્ડ ન સ્વીકારી હોવાથી તેણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. બીસીસીઆઈએ જે રીતે મહાન ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતની અન્ડર-૧૯ અને એ ટીમના કોચ બનાવ્યો હતો અને એ ટીમ જે રીતે ભારતની નેશનલ ટીમ માટે સપોર્ટર તરીકે કામ કરતી હતી એવી જ રીતે પીસીબી પણ એ જ ધોરણ અપનાવવા માગતું હતું. પાકિસ્તાનની અન્ડર-૧૯ ટીમ માટે ઓછા જાણીતા કોચને રાખવાની જૂની પરંપરા તોડવાનો અને જુનિયર ખેલાડીઓ સાથે હાઈ પ્રોફાઇલ ક્રિકેટર કોચ તરીકે કામ કરે એમ કરવાનો પીસીબીનો ઇરાદો હતો.

(3:32 pm IST)