Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ટી-20 મેચમાં 300 સિક્સર ફટકારનાર એશિયાનો પહેલો ક્રિકેટર બન્યો રોહિત શર્મા

નવી દિલ્હી:મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલની ૩૪મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા પણ મુંબઈએ જીવંત રાખી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ૧૫ બોલમાં અણનમ ૨૪ રનની ઈનિંગ રમી હતી, જે દરમિયાન તેણે બે છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ હિટમેનના નામથી જાણીતો રોહિત શર્મા ટી-૨૦ ફોર્મેટમાં ૩૦૦ છગ્ગા ફટકારનાર એશિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં રોહિત બાદ એશિયામાં સુરેશ રૈનાનો ક્રમ આવે છે, જેણે ૨૯૦ છગ્ગા ફટકાર્યા છે. જ્યારે દુનિયામાં ટી-૨૦માં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે રોહિત સાતમાં ક્રમંકે છે. દુનિયામાં ક્રિસ ગેલ ૮૪૪ છગ્ગા સાથે પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત લક્ષ્યાંકનો પીછો કરતા ટીમને જીત અપાવવામાં નોટઆઉટ રહેવામાં પણ રોહિત પ્રથમ ક્રમે આવી ગયો છે. લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત ૧૭ વખત અણનમ રહ્યો છે. આ દરમિયાન તેણે તમામ ૧૭ મેચ પોતાની ટીમને જીતાડી છે. આ પહેલા આ રેકોર્ડ ૧૬ મેચમાં અણનમ સાથે ગૌતમ ગંભીરના નામે હતો. 
 

(4:48 pm IST)