Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ હવે ફોન નંબર શેયર કરતા ચાહક રોમાંચિત

ગ્લેમર ગર્લને ૪૦ કલાકમાં ૨૨ લાખ વ્યુ મળ્યા : કોરોનાના હાહાકાર વચ્ચે સમગ્ર દુનિયા ઘરમાં છે ત્યારે ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ બોરિંગને દુર કરવા આપેલો નંબર

નવી દિલ્હી, તા. ૭ : કોરોના વાયરસના કારણે વૈશ્વિક રીતે તમામ ચીજો ઠપ્પ થઇ ગઇ છે. કોઇ ખાસ હોય કે પછી સામાન્ય હોય તમામ લોકો હાલમાં ઘરમાં કેદ થઇ ગયા છે. તમામ લોકો અને સેલિબ્રિટીઓ હાલમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન કરી રહ્યા છે. આવી સ્થિતીમાં સમગ્ર દિવસ દરમિયાન ઘરમાં રહીને બોર થવાની બાબત બિલકુલ વાજબી દેખાઇ રહી છે. જો કે બોરિયતને દુર કરવા માટે જે તરીકો ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ અપનાવ્યો છે તેના કારણે તમામ લોકો હેરાન છે. શારાપોવાએ તેનો મોબાઇલ નંબર જ આજે ટ્વિટર પર જાહેર કરી દીધો છે.

        મારિયા શારાપોવાએ તેનો મોબાઇલ નંબર જાહેર કરવાની સાથ ેજ મેસેજની લાંબી લાઇનો લાગી છે. ઘરમાં આઇસોલેશનમાં રહીને મારિયા શારાપોવા બોર થઇ રહી છે. મારિયા શારાપોવાએ કહ્યુ છે કે આજકાલ હેપ્પીનો અર્થ શુ રહી ગયો છે. તમામને શારરિક દુરી રાખવાની છે. આવી સ્થિતીમાં તે આપની સાથે જોડાઇ જવા માટે તૈયાર છે. આ પહેલા તે વિડિયો કોન્ફ્રન્સિંગ સાથે પણ તમામની સાથે જોડાઇ હતી. તેનો અનુભવ સારો રહ્યો હતો. જેથી તે હવે પોતાના નંબર શેયર કરી રહી થછે. તેને ટેક્સ્ટ મેસેજ કરવા માટે મારિયાએ અપીલ કરી છે. તમે કેમ છો, મને સવાલ કરો કે પછી મને માત્ર હેપ્લો કરો.

       કોઇ સારી રેસિપી છે તો તેને પણ મારિયા શારાપોવાને મોકલી દેવામાં આવે તે જરૂરી છે. પોતાના જવાબ આપવાની પણ મારિયા શારાપોવાએ તૈયારી દર્શાવી છે. મારિયા શારાપોવા ભારે આશાવાદી બનેલી છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે મારિયા શારાપોવા હાલમાં ઘરમાં છે. કોરોનાના કારણે દુનિયાના દેશોમાં લાખો કેસ થઇ ગયા છે. મોતનો આંકડો પણ ૭૪ હજારથી વધારે છે. નંબર આપ્યા બાદ ૪૦ કલાકના ગાળામાં જ ૨૨ લાખ વ્યુ મળી ચુક્યા છે. પાંચ વખત તે ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની છે. ગ્લેમર ગર્લ તરીકે તેને ગણવામાં આવેછે. મારિયા શારાપોવાની સાથે સાથે હાલમાં દુનિયાની તમામ સેલિબ્રિટીઓ ઘરમાં છે અને જુદી જુદી રીતેલોકોના સંપર્કમાં રહેવાના પ્રયાસમાં છે. દુનિયામાં સૌથી વધારે ફેન ફોલોઇન ધરાવનાર રોનાલ્ડો પણ હાલ ઘરમાં છે.

ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાને લઇ કતારો

*   મારિયા શારાપોવાએ ઘરમાં બોરિંગને દૂર કરવા ફોન નંબર ટ્વિટર પર જાહેર કરતા ચાહકોની પડાપડી થઇ

*   શારાપોવાના ફેન દ્વારા ફોન પર ટેક્સ મેસેજ કરવા અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો

*   શારાપોવાએ મોબાઇલ નંબર ટ્વિટર હેન્ડલથી શેયર કર્યો

*   તેને ફોન કરના પ્રશ્નો પુછવા અને સારી રેસિપી મોકલવા મારિયા શારાપોવાએ તમામને ઓફરો કરી

*   શારાપોવા પાંચ ગ્રાન્ડસ્લેમ જીતી ચુકી છે

*   ટેનિસ કરતા ગ્લેમરની દુનિયામાં વધારે જાણીતી રહી છે

*   અમેરિકામાં ભારત અને અન્ય દેશોની જેમ લોકડાઉન નથી પરંતુ કોરોનાની સૌથી વધારે માર અમેરિકામાં થઇ છે. શારાપોવા પોતાને આઈસોલેશનમાં રાખવા પસંદ કરે છે

(7:59 pm IST)