Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

ઝિમ્બાબ્વે સામેની ટી-૨૦ સીરીઝ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત

મોહમ્મદ મિથુન અને નજમૂળ હુસૈન અને રુબેલ હુસૈન બહાર : મુશ્ફિકુર રહીમ અને મોહમ્મદ સૈફુદ્દીની ટીમમાં વાપસી : સ્પિનર નાસુમ અહેમદ સામેલ

મુંબઈ : બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામે આગામી બે મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પોતાની ૧૫ સભ્યો ટીમમાં ડાબા હાથના સ્પિનર નાસુમ અહેમદને સામેલ કર્યા છે. નાસુમ અહેમદે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક પણ મેચ રમી નથી,

વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહીમ અને ઓલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીને પણ ટીમમાં વાપસી કરી છે પરંતુ પસંદગીકર્તાઓએ મોહમ્મદ મિથુન અને નજમૂળ હુસૈન અને ઝડપી બોલર રુબેલ હુસૈનને જગ્યા આપવામાં આવી નથી. મુખ્ય પસંદગીકર્તા મિન્હાજુલ અબેદીને જણાવ્યું છે કે, ૨૫ વર્ષના અહેમદને બેક અપ તરીકે બોલાવવામાં આવ્યા છે. તેમને જણાવ્યું છે કે, 'નાસુમે છેલ્લી બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સારુ પ્રદર્શન કર્યું હતું ત્યાર બાદથી આ યોજનાના ભાગ હતા." બે ટી-૨૦ મેચ નવ અને ૧૧ માર્ચના શેરે બાંગ્લા રાષ્ટ્રીય સ્ટેડીયમમાં રમાશે.

બાંગ્લાદેશ ટીમ આ પ્રકાર છે : મહમુદુલ્લાહ રિયાદ (કેપ્ટન), તામિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મોહમ્મદ નઈમ, લીટોન દાસ, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, મોહમ્મદ સૈફુદીન, મેહંદી હસન, અમીનુલ ઇસ્લામ, મુસ્તફીજુર રહેમાન, શફીયુલ ઇસ્લામ, અલ અમીમ હુસૈન, હસન મહમૂદ અને નાસુમ અહેમદ.

(12:45 am IST)