Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાને આર્યલેન્ડને ડકવર્થ લુઇસ નિયમના આધારે ૧૧ રનથી હરાવ્યું

૧૫ ઓવર બાદ અફઘાનિસ્તાને ૧૩૩/૫ રન બનાવ્યા બાદ મેદાનમાં વરસાદ શરુ થઈ ગયો

નવી દિલ્હી : ગ્રેટર નોએડામાં વરસાદથી પ્રભાવિત પ્રથમ ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનને આર્યલેન્ડને ડકવર્થ લુક્સ નિયમ હેઠળ ૧૧ રનથી હરાવ્યું હતું  પ્રથમ બેટિંગ કરતા આર્યલેન્ડે ૬ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં રમતા અફઘાનિસ્તાને ૧૫ ઓવરમાં ૫ વિકેટે ૧૩૩ રન બનાવ્યા હતા. તે સમયે વરસાદથી ફરીથી શરુ થઈ ગયો હતો. ડકવર્થ લુઇસ નિયમથી અફઘાનિસ્તાનની ટીમ ૧૧ રનથી વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા આર્યલેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. પોલ સ્ટર્લિંગ (૬૦) અને કેવિન ઓબ્રાયન (૩૫) એ પ્રથમ વિકેટ માટે ૬૩ રન જોડ્યા હતા. તેમના આઉટ થવા પર એન્ડ્ર્યુ બેલબર્ની (૨૯) અને હેરી ટેકટર (૨૯*) એ શાનદાર રમત દેખાડતા ટીમના કુલ સ્કોરને ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૨ રન પર પહોંચાડી દીધું હતું. અફઘાનિસ્તાન માટે રાશીદ ખાને ૨૨ રન આપી ૩ વિકેટ લીધી હતી.

જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને પણ શાનદાર શરુઆત કરી હતી. ઓપનર બેટ્સમેન હજરતુલ્લાહ જજઈ (૨૩) અને રહેમાનુલ્લાહ ગુરબાજ (૨૮) એ પ્રથમ વિકેટ માટે ૫૪ રન જોડ્યા હતા. ત્યાર બાદ ક્રીમ જનત ૬ અને અશગર અફગાન શૂન્ય પર આઉટ થતા ટીમમાં મુશ્કેલીમાં આવી ગઈ હતી. અહીંથી શમીઉલ્લાહ શિનવારીએ ૨૮ અને નજીબુલ્લાહ જાદરાને અણનમ ૪૨ રન બનાવી ટીમને મેચમાં બનાવી રાખી હતી

 . ૧૫ ઓવર બાદ ૧૩૩/૫ રન બનાવ્યા બાદ મેદાનમાં વરસાદ શરુ થઈ ગયો તથા રમત રોકી દેવામાં આવી હતી. ડકવર્થ-લુઇસ નિયમના આધારે અફઘાનિસ્તાનની ટીમ આ સમયે આર્યલેન્ડથી ૧૧ રનથી આગળ હતી અને તેમને તેનો ફાયદો મળ્યો હતો. વરસાદ જયારે સતત ચાલુ રહ્યો તો અફઘાનિસ્તાનને ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ ૧૧ રનથી વિજેતા જાહેરાત કરવામાં આવી હતી. આર્યલેન્ડ માટે સિમી સિંહે સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનની ટીમે ત્રણ મેચની સીરીઝમાં ૧-૦ ની લીડ પ્રાપ્ત કરી લીધી છે.

(12:37 am IST)