Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

કોરોનાનો ડર છતાં આઇપીએલ તો રમાશે જ

આ ઇવેન્ટ શેડયુલ મુજબ જ રમાશે, બીસીસીઆઇ જરૂરી તમામ પગલા લેશેઃ ગાંગુલી

નવી દિલ્હી :   ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે કોરોના વાઇરસના ડર છું ઇન્ડિયન પ્રીમિયર લીગ રાબેતા મુજબ રમાડવામાં આવશે.  કોરોના વાઇરસને લઈને દુનિયાભરમાં એક લાખથી પણ વધુ પોઝિટિવ કેસ થઈ ગયા છે. ભારતમાં પણ આ વાઇરસે પગપેસારો કર્યો છે અને અત્યાર સુધી ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.

દુનિયાભરમાં ઘણી સ્પોર્ટ્સ-ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે તો કેટલીક ઇવેન્ટને ઈન્ડોર રમાડવામાં આવી રહી છે. કેટલાક પ્લેયર્સ આને વિશે ખાસ તકેદારી રાખી રહ્યા છે. જોકે સૌથી મોટો સવાલ આઇપીએલને લઈને છે. આ ઇવેન્ટ ખૂબ લોકપ્રિય છે અને એ જોવા માટે લોકોની પડાપડી થાય છે.

કોરોના વાઇરસની આ ઇવેન્ટ પર અસર પડશે કે નહીં એ વિશે પૂછતાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ''આ ઇવેન્ટ શેડ્યુલ મુજબ જ રમાડવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એ વિશે જરૂરી તમામ પગલાં લેશે.''

(3:01 pm IST)