Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

શેફાલી વર્મા બની સ્વેગસ્ટાર

નવી દિલ્હીઃ ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર શેફાલી વર્માને સ્વેગસ્ટાર બનાવવામાં આવી છે. ૧૬ વર્ષની આ પ્લેયર હાલમાં ચાલી રહેલા ટીર૦ વર્લ્ડ કપમાં ખૂબ સારો પર્ફોર્મન્સ આપી રહી છે. તેની લોકપ્રિયતાને જોઈને પેપ્સિકો કંપનીએ તેની સાથે હાથ મિલાવ્યા છે. આ કંપની આજની જનરેશનને આકર્ષવા માટે મોટી-મોટી સેલિબ્રિટીઝને પસંદ કરે છે, જેમાં ટાઇગર શ્રોફ અને સલમાન ખાન જેવા નામનો સમાવેશ છે. જોકે વિમેન્સ ડેને સેલિબ્રેટ કરવા લોકોને સ્પોર્ટ્સ તરફ પ્રેરિત કરવા માટે કંપનીએ શેફાલીને પસંદ કરી છે.

(3:01 pm IST)