Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

IPLમાં ICC હસ્તક્ષેપ નહિં કરે

BCCIએ ચિમકી આપ્યા બાદ ICC ટાઢુ પડ્યુ

નવીદિલ્હી,તા.૭ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ કહ્યું કે, તે આઈપીએલ સંચાલનમાં હસ્તક્ષેપ નહીં કરી  તેની જગ્યાએ વિશ્વ સંસ્થાની યોજના વિશ્વભરની લીગ માટે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં ભારતીય ડોમેસ્ટિક લીગનો ઉપયોગ માપદંડ તરીકે કરવાનો છે. આીસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને એક નિવેદનમાં કહ્યું ,ભારતીય મીડિયામાં રિપોર્ટ આવ્યો કે આઈસીસી આઈપીએલમાં હસ્તક્ષેપ કરવા કે તેને સંચાલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે યોગ્ય નથી. આવી કોઈ વાત નથી.

એક સમાચાર પત્રના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આઈપીએલના નીતિગત મામલામાં આઈસીસી પણ પોતાની વાત રાખવા ઈચ્છે છે, જેને લીગ પર નિયંત્રણનો પ્રયાસ માનવામાં આવ્યો. તેમણે કહ્યું, કાર્યકારી અધિકારીઓની સમિતિ અને આઈસીસી બોર્ડને ગત દિવસોમાં સલાહ આપવામાં આવી કે રમતને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક સ્તર પર લાંબા સમયથી યથાવત રાખવા અને ખ્યાતીને જાળવવા માટે કાર્યકારી સમુહની આગેવાનીમાં નિયમાવતી તૈયાર કરવામાં આવે.

(4:03 pm IST)