Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કોપા ડેલ રે....: દિગ્ગ્જ ક્લબ બાર્સીલોના અને રિયલ મેડ્રિડ બહાર

નવી દિલ્હી: સ્પેનના કોપા ડેલ રેમાં સુપ્રસિદ્ધ ક્લબ એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડની યાત્રા સમાપ્ત થઈ ગઈ છે. બંને ટીમો ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. રીઅલ મેડ્રિડને રીઅલ સોસિડેડ દ્વારા 4-3થી પરાજય મળ્યો હતો જ્યારે એથ્લેટિક બીલબાઓના હાથે પોતાના ખેલાડી દ્વારા કરવામાં આવેલા ગોલને કારણે બાર્સેલોનાને 1-૦થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.સિવાય ગ્રેનાડા અને મિરાન્ડેસે પણ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે ગ્રેનાડાએ વેલેન્સિયાને 2-1થી હરાવ્યું, મિરાન્ડેસે વિલેરેલને 4-2થી હરાવ્યો. રિયલ સાથેની મેચમાં સોસિડેડ તરફથી માર્ટિન ડીગાર્ડ 22 મી, એલેક્ઝાન્ડર ઇસાકે 54 મી અને 56 મી અને મિકલ મેરિનોએ 69 મી મિનિટમાં ગોલ કર્યા.રીઅલ મેડ્રિડ માટે માર્સેલો વિએરાએ 59 મી, રોડરીગોએ 81 મી અને નાચોએ 93 મી મિનિટમાં ગોલ કર્યા. એફસી બાર્સેલોનાના સેર્ગીયો બુસ્ક્વેટ્સે 93 મી મિનિટમાં બીલબાઓમાં યજમાનો સામે આત્મઘાતી ગોલ કર્યો, જેનાથી તેની ટીમને બહાર જવાની ફરજ પડી.

(6:31 pm IST)