Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હવે આ ફાઈનલ છે... ઈન્ડિયાની ફાઈનલમાં ટક્કર બાંગ્લાદેશ સાથે

અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપનો રવિવારે ફાઈનલ : ભારત ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યુ નથી

ડર્બન : આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપની રસાકસીભરી મેચમાં ગુરૂવારે ૬ વિકેટે ન્યુઝીલેન્ડને હરાવીને બંગલાદેશ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યુ છે. ફાઈનલમાં તેનો મુકાબલો ચાર વખત વિજેતા રહી ચૂકેલા ભારત સાથે થશે. મોહમુદુલ હસન જોયે ૧૨૭ બોલમાં સદી ફટકારતા બાંગ્લાદેશને ૪૪.૧ ઓવરમાં ૨૧૨ રનનો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ મળી હતી.

ઓપનરો સહેલાઈથી આઉટ થઈ ગયા બાદ જોયે પ્રથમ તૌહિદ હૃદોય (૪૦ રન) સાથે અને પછી શહાદત હુસેન (૪૦ અણનમ) સાથે જોડી જમાવી હતી. હવે ભારત અને બાંગ્લાદેશ પણ હજી સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યુ નથી.  ઈન્ફોર્મ બેટ્સમેન યશસ્વી જયસ્વાલની સદી સાથે કપ્તાન પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળની ભારતીય ટીમ ૧૦ વિકેટે પાકિસ્તાનને રગદોળીને સળંગ ત્રીજી વખત અન્ડર-૧૯ વર્લ્ડકપ ફાઈનલમાં પ્રવેશી છે.

(3:31 pm IST)