Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સિલેકટર તરીકે અમારૂ કામ આગળ વધીને યુવાનોને પસંદ કરવાનું છેઃ એમએસકે પ્રસાદ

હું પણ ધોનીનો ફેન છું, તેના પર કોઈ સવાલ ઉઠાવી શકે તેમ નથી

નવી દિલ્હી : ઈન્ડિયાનો ભૂતપૂર્વ સિલેકટર એમએસકે પ્રસાદ કહે છે કે હંુ પણ અન્ય વ્યકિતની જેમ મહેન્દ્રસિંહ ધોનીનો ખૂબ જ મોટો ફેન છું. ધોની વિશે જણાવતા પ્રસાદે કહ્યું હતું કે જયાં સુધી અમારી વાત છે ત્યાં સુધી અમે યુવાનો પર વધુ ફોકસ કરી રહ્યા છીએ. તેઓ લાંબી ગેમ રમી શકે એ માટે તેમને જોઈએ એટલી તક આપી રહ્યા છીએ. માહી તેનો નિર્ણય પોતે લેશે. એક પેનલ મેમ્બર તરીકે હું મારી જવાબદારીઓને સાઈડ પર રાખુ તો હું પણ અન્ય વ્યકિતની જેમ ધોનીનો ખૂબ મોટો ફેન છું. તે બે વર્લ્ડકપ જીત્યો છે, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યો છે અને ટેસ્ટમાં નંબર વન સ્ટેટસ પણ બનાવ્યુ છે. તેના પર કોઈ સવાલ ઉઠાવી શકે એમ નથી. તેની કરીઅર વિશે તે પોતે જ નિર્ણય લેશે. સિલેકટર્સ તરીકે અમારૂ કામ આગળ વધીને યુવાનોને પસંદ કરવાનંુ છે જેથી ગેમને આગળ વધારી શકાય.

(3:30 pm IST)