Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આર્યલેન્ડ સામેની ટી-૨૦ સીરીઝ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત

શાપૂર જાદરાન અને અજમાતુલ્લાહ ઓમરજઈનો ટીમમાં ફરી સમાવેશ

અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામે રમાવનારી ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ પહેલા શાપૂર જાદરાનને ટીમમાં પરત બોલવવામાં આવ્યા છે. શાપૂર જાદરાને પોતાની અંતિમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય જુન ૨૦૧૮ માં બાંગ્લાદેશ સામે રમી હતી.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ઓલરાઉન્ડર ખેલાડી અજમાતુલ્લાહ ઓમરજઈને પણ પરત બોલવવામાં આવ્યા છે. ઓપનર બેટ્સમેન ઉસ્માન ધાનીની પણ ટીમમાં વાપસી થઈ છે.

મુખ્ય પસંદગીકર્તા એન્ડી મોલેસે જણાવ્યું છે કે, 'અમે પોતાના વર્તમાન સર્વશ્રેષ્ઠ ટી-૨૦ ખેલાડી પસંદ કર્યા છે અને આશા છે કે, આર્યલેન્ડ સામે સારી રમત દેખાડશે.'

બંને ટીમોની વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સીરીઝની શરૂઆત માર્ચથી શરુ થઈ રહી છે. આઠ અને ૧૦ માર્ચના સીરીઝની બીજી અને ત્રીજી ટી-૨૦ મેચ રમાશે.

આર્યલેન્ડ સામેની ટી-૨૦ મેચ માટે ની અફઘાનિસ્તાન ટીમ આ પ્રકાર છે : અસગર અફગાન (કેપ્ટન), રહમનુલ્લાહ ગુરબાજ, હજરતુલ્લાહ જાજઈ, કરીમ જનત, નજીબ જાદરાન, મોહમ્મદ નબી, ગુલાબદ્દીન નૈબ, રાશીદ ખાન, નવીન ઉલ હક, શાબુર જાદરાન, મુજીબ ઉર રહેમાન, કૈસ અહેમદ.

(10:58 am IST)