Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ટેસ્ટ પહેલાં રાષ્ટ્રગાન સમયે મો. સિરાજ ભાવુક થઈ ગયો

સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ : પ્રવાસ દરમિયાન તેના પિતાનું મૃત્યુ થવા છતાં તે સ્વદેશ આવ્યો ન હતોઃ સિરાજે મેલબોર્નમાં પ વિકેટ ઝડપી હતી

સિડની, તા. : કોઈ મેચ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીત સાંભળવું કોઈપણ ખેલાડી માટે ભાવનાત્મક ક્ષણ હોય છે. ક્ષણ ખેલાડીની અંદર ખૂબ આનંદ ભરે છે. સ્ટેડિયમમાં જ્યારે રાષ્ટ્રગીત વાગે છે તો દર્શકો અને ખેલાડીઓની ભાવના ચરમસીમાએ હોય છે. ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટની પેહલી મેચથી પહેલા રાષ્ટ્રગીત દરમિયાન પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં. ભારતીય ક્રિકેટ ટીમ મેલબોર્નમાં જીતીને સિડની પહોંચી છે. મેલબોર્નમાં ભારત વિકેટે જીત્યું. પહેલા ટીમને એડિલેડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની બીજી ટેસ્ટ રમીને સિરાજે મેલબોર્નમાં ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમના પિતાનું અવસાન થયું હતું પરંતુ તે ભારત પાછો ફર્યો હતો.

મેચ પહેલા રાષ્ટ્રગીત વગાડ્યું ત્યારે સિરાજની આંખોમાં આંસુ હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તે પોસ્ટ શેર કરી છે જેમાં સિરાજને ભાવૂક થતો જોઇ શકાય છે.

સિરાજે મેલબોર્નમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી. ૨૦૧૩ માં મોહમ્મદ શમી પછી તે પ્રથમ ભારતીય બોલર બન્યો હતો જેણે તેની પ્રથમ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામે શમીએ નવ વિકેટ ઝડપી હતી. સિરાજે ત્રીજી ટેસ્ટમાં ભારતને સારી શરૂઆત પણ આપી હતી. તેણે ડેવિડ વોર્નરને ચેતેશ્વર પૂજારાના હાથે કેચ આઉટ કરાયો હતો

(7:40 pm IST)