Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો તાનાજી છે : અજય દેવગન

મુંબઈ : અજય દેવગને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમનો 'તાનાજી' કહ્યો છે. સ્ટાર સ્પોટ્ર્સના નેરોલેક ક્રિકેટ લાઈવમાં અજય દેવગન અને કાજોલ પહોંચ્યા હતા. આ બંને 'તાનાજી : ધન અનસંગ વોરીયર'ના પ્રમોશન માટે ગયા હતા. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

વિરાટની પ્રશંસા કરતાં અજય દેવગને કહ્યું હતું કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો તાનાજી છે. તે કોન્ફીડેન્ટ, આક્રમક અને કોઈપણ સ્થિતિમાં જીત મેળવવા માગે છે. ક્રિકેટના પોતાના અનુભવ શેર કરતાં અજય દેવગને કહ્યું હતું કે હું બેટ્સમેન હતો. મારા સ્મરણોની વાત કરૂ તો ઘણા છે. હું જયારે બોલ કેચ કરવા ગયો હતો ત્યારે મારા હાથની આંગળી તૂટી ગઈ હતી અને એ આજે પણ વળેલી છે.

(1:11 pm IST)