Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

DRS ન લેનાર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સામે પોન્ટીંગ નારાજ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારત સામે ચોથી ટેસ્ટ-મેચના ચોથા દિવસે રમત દરમ્યાન કાંગારૂ ટીમના ખેલાડીઓએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) ન લેતાં નારાજગી વ્યકત કરી છે. પોન્ટિંગનું કહેવું છે કે આ સ્થિતિ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની માનસિકતા વિશે ઘણુંબધું જણાવે છે. નેથન લાયન બેટિંગ દરમ્યાન કુલદીપ યાદવના બોલમાં લેગ-બિફોર વિકેટ થયો તો તે અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણીને પેવિલિયનમાં પાછો ફરી ગયો. પોન્ટિંગે કહ્યું હતું કે લાયને DRS લેવું જોઈતું હતું. વળી સામે છેડે ઊભેલા મિચલ માર્શે પણ લાયનને DRS મામલે કંઈ જણાવ્યું નહોતું. ખરેખર સામે છેડે ઊભેલા બેટ્સમેને આ મામલે પોતાનો અભિપ્રાય ચોક્કસ આપવો જોઈએ.(૩૭.૭)

 

(2:36 pm IST)