Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

હર્લી ગાલા સૌપ્રથમ અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપ ટીમમાં: પપ્‍પાને મળી ‘બેસ્‍ટ બર્થ-ડે ગિફટ'

પરિવાર સાથે હર્લી ગાલા (જમણે)

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ'ની સુપરસ્‍ટાર ફાસ્‍ટ બોલિંગ-ઓલરાઉન્‍ડર અને જુહુમાં રહેતી વાગડ વીસા  ઓસવાળ જૈન સમાજની હર્લી ગાલાનો ગઇ કાલે જાહેર થયેલી સૌપ્રથમ આઇસીસી વિમેન્‍સ અન્‍ડર-૧૯ ટી૨૦ વર્લ્‍ડ કપ માટેની ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. ૧૮ વર્ષની શેફાલી વર્મા ટીમની કેપ્‍ટન નિયુક્‍ત થઇ છે. સાઉથ આફ્રિકામાં આ વર્લ્‍ડ કપ ૧૪ જાન્‍યુઆરીએ શરૂ થશે. આ જ ટીમ એ પહેલા સાઉથ આફ્રિકા સામે ૧૭ ડિસેમ્‍બરથી રમાનારી ટી૨૦ સિરીઝમાં પણ રમશે અને એ ટીમમાં યશશ્રીનો પણ સમાવેશ છે.

૧૬ વર્ષની હર્લીના પપ્‍પા તન્‍મય ગાલાનો ગઇ કાલે બર્થ-ડે હતો. હર્લીના મમ્‍મી ભાવિકાબહેને ‘મિડ-ડે'ને ગઇ કાલે કહ્યું કે ‘ભારતની અન્‍ડર-૧૯ વિમેન્‍સ ટીમમાં સિલેકટ થયા વિશેની જાણ કરવા હર્લીએ અમને કોલ કર્યો ત્‍યારે બેહદ ખુશ હતી. હર્લીને આ લેવલ સુધી પહોંચવા માટેની સૌથી વધુ પ્રેરણા તેના પપ્‍પા પાસેથી તેમજ કોચ આઇવન રોડ્રિગ્‍સ પાસેથી મળી છે. ટીમમા થયેલી આ સિલેકશન હર્લી તરફથી તેના પપ્‍પાને મળેલી બેસ્‍ટ બર્થ-ડે ગિફટ છે.'

(5:39 pm IST)