Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર-16માં તૂટ્યો પાકિસ્તાન ટીમનો 53 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ: બિહારે અરુણાચલ પ્રદેશને 870 રનથી માત આપી

નવી દિલ્હી:વિજય મર્ચન્ટ ટ્રોફીની અન્ડર-૧૬ની મૅચમાં અરુણાચલ પ્રદેશને એક ઇનિંગ્સ અને ૮૭૦ રનથી પરાસ્ત કર્યું . ૫૩ વર્ષ જૂનો પાકિસ્તાની ટીમનો વર્લ્ડ-રેકૉર્ડ તોડ્યો 

બિહારે વિજય મર્ચન્ટ ટ્રોફી અન્ડર-૧૬ની એક મૅચમાં અરુણાચલ પ્રદેશને એક ઇનિંગ્સ અને ૮૭૦ રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી જીત છે. બિહારે સાત વિકેટે ૧૦૦૭ રને ઇનિંગ્સ ડિક્લેર કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં અરુણાચલને માત્ર ૫૪ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. પહેલાં અરુણાચલની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૮૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પટનાના રાજવંશીનગરમાં આવેલા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં પહેલી ઇનિંગ્સના આધારે ૯૧૪ રનની લીડ લીધા બાદ બિહારે અરુણાચલ પ્રદેશને બીજી ઇનિંગ્સમાં માત્ર ૫૪ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. 
પહેલી ઇનિંગ્સમાં સાત વિકેટ લેનાર રેશુ રાયે બીજી ઇનિંગ્સમાં ૨૩ રનમાં વિકેટ લીધી હતી. બિહાર તરફથી બૅટ્સમૅન બલજિત સિંહ બિહારીએ ૩૮૦ બૉલમાં નૉટઆઉટ ૩૫૮ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સ દરમ્યાન ૩૬ ચોગ્ગા ફટકાર્યા હતા. ઉપરાંત પ્રકાશ બાબુએ ૨૨૦ રન અને કૅપ્ટન અર્ણવ કિશોરે પણ આક્રમક ૧૬૯ રન ફટકાર્યા હતા. 
અગાઉ ક્રિકેટની સૌથી મોટી જીતનો રેકૉર્ડ પાકિસ્તાન રેલવેના નામ પર હતો. પાકિસ્તાન રેલવેએ ૧૯૬૪માં લાહોરમાં ડેરા ઇસ્માઇલ ખાન ટીમને એક ઇનિંગ્સ અને ૮૫૧ રનથી હરાવ્યું હતું. મૅચમાં પાકિસ્તાન રેલવેએ પહેલી ઇનિંગ્સમાં ૯૧૦ રનનો સ્કોર કર્યો હતો. એના જવાબમાં ડેરા ઇસ્માઇલ ખાન ટીમ પહેલી ઇનિંગ્સમાં ૩૨ અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૨૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

(6:00 pm IST)