Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભારતીય ફૂટબોલ ટીમના ગોલકીપર ગુલપરીત કૌર પર લાગ્યો આઇએસએલની બે મેચનો પ્રતિબંધ: ત્રણ લાખનો દંડ

નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમના ગોલકિપર અને હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન સુપર લીગમાં બેંગ્લોર એફસી તરફથી રમી રહેલા ગુલપ્રીત કૌર પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને ત્રણ લાખ રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગત સપ્તાહે ગોવા સામેની મેચમાં ગુરપ્રીતનો હરિફ ટીમના ખેલાડી મેન્યુઅલ લાન્ઝારોટ બુ્રનો સાથે ટકરાવ થયો હતો અનેગુરપ્રીતે પાછળથી જઈને બુ્રનોના માથાના ભાગમાં જોરથી ધક્કો માર્યો હતો. ગુરપ્રીતનું તોફાની વર્તન કેમેરામાં કેદ થઈ ગયું હતુ. રેફરીએ તરત તેને રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર કાઢી મૂક્યો હતો. મુકાબલામાં બેંગાલુરુ એફસીનો -૪થી ગોવા સામે પરાજય થયો હતો.

 

(5:59 pm IST)