Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીઓ છે ટીમ ઇન્ડિયાના ભવિષ્યના સીતારાઓ

દુબઇઃ આઈપીએલની લીગ રાઉન્ડ મેચ પૂરી થઈ ગઈ છે. લીગમાં સારું પ્રદર્શન કરનારી યંગ પ્લેઈંગ-૧૧ ક્રિકેટમાં લાંબા સમય સુધી રમતી રહેશે. દેવદત્ત્। પડીક્કલમાં યુવરાજની ઝલક દેખાય છે. તેણે પ્રથમ સિઝનમાં જ દરેક મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. ઋતુરાજ ઈન્ડિયા-એ અને મહારાષ્ટ્ર તરફથી ઘરેલુ ટૂર્નામેન્ટમાં ટોપ ફોર્મમાં રહ્યો છે. પ્લેસિસે તેને યુવાન વિરાટ કોહલી કહ્યો છે. સૂર્યકુમાર આ ટીમનો કેપ્ટન છે. તે ૩૬૦ બેટ્સમેન છે. આવતા વર્ષે દેશમાં જ ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે. આથી, તે ટીમ માટે મહત્ત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે. સંજુ સેમસન પણ મોટા શોટ રમે છે. વિકેટકીપિંગ સ્કિલ્સ તેના માટે વધારાના ઉપહાર જેવી છે. ઈશાન કિશન આ બાબતે કમનસીબ છે, કેમ કે અત્યારે અનેક ટેલેન્ટેડ વિકેટકીપર બેટ્સમેન આપણી પાસે છે. ઓલરાઉન્ડર તરીકે તેવટિયા પણ આ સિઝનમાં પ્રભાવી જોવા મળ્યો છે. બેટિંગ અને બોલિંગની સાથે જ તેની ફિલ્ડિંગ પણ શાનદાર રહી છે. ફાસ્ટ બોલર સંદીપ શર્માએ નવા બોલમાં સારું પ્રદર્શન કર્યું છે. ટી નટરાજન ટી૨૦ના સ્પેશિયાલિસ્ટ બોલર તરીકે ઉભર્યો છે. તેની શાનદાર યોર્કર બોલિંગના કારણે જ તેને ઓસ્ટ્રેલિયા ટીમમાં સ્થાન મળ્યું છે. કાર્તિક ત્યાગીમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ક્રિસ મર્ટિનની ઝલક દેખાય છે. બાઉન્સની તેની તાકાત તેને ખાસ બનાવે છે. વરુણ ચક્રવર્તીએ પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. રવિ બિશ્નોઈ પણ યુએઈની પિચનો મહત્ત્।મ ઉપયોગ કરવામાં સફળ રહ્યો છે.

(5:05 pm IST)