Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મહેનતું ખેલાડીઓને ચોકકસ સફળતા મળશેઃ કિદાંબી શ્રીકાંત

બેડમીંટન સ્ટારની ગુજરાતના ખેલાડીઓ સાથે માસ્ટર કલાસ

(કેતન ખત્રી), અમદાવાદઃ રેડ બુલ એથ્લીટ શ્રીકાંત કિદાંબીએ બેડમિંટન માસ્ટરકલાસ સત્રમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોના ૭૫ બેડમિંટન ખેલાડીઓ સાથે ચર્ચાનું આદાનપ્રદાન કર્યું હતું. તેનું લક્ષ્ય યુવા એથ્લીટ્સને વ્યાવસાયિક કારકિર્દી વિકલ્પ તરીકે બેડમિંટન લેવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું. વર્તમાન સમયમાં ખેલાડીઓ સામનો કરી રહ્યા છે તે સમસ્યાઓને કઈ રીતે ઝીલવી તે વિશે તેમને માર્ગદર્શન આપવા માગતો હતો.

આ સત્રમાં શ્રીકાંતે જણાવ્યું હતું કે મેં બેડમિંટન રમવાનું શરૂ કર્યું ત્યારથી સમય બદલાયો છે અને સ્પોર્ટસ સંસ્થાઓ અને બ્રાન્ડ્સ મોટી સંખ્યામાં આવી રહી હોવાથી અને જો કોઈ સખત મહેનતુ ખેલાડીઓને જોતા હોય તો તેમને નિશ્ચિત જ ઉત્તમ સફળતા મળી શકે છે. ભારત વધુ ઓલિમ્પિક મેડલ્સ જીતવાનું શરૂ કરશે અને ખેલાડીઓએ રફ પરફોર્મન્સ પેચીસમાં વિશ્વાસ રાખીને પ્રક્રિયાઓનું પાલન કરવાનું રહેશે.

(2:51 pm IST)