Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ૩૫૦ વિકેટો થઇ મુરલીધરનના રેકોર્ડની બરોબરી

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સંયુક્તરીતે સૌથી ઓછી મેચોમાં ૩૫૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આજે પાંચમાં દિવસે અશ્વિને બ્રુયનને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આની સાથે જ અશ્વિન સૌથી ઓછી ટેસ્ટ મેચો (૬૬)માં આ સિદ્ધિ મેળવીને મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરવામાં સફળ રહ્યો છે. શ્રીલંકાના આ દિગ્ગજ સ્પિનરે ૬૬ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. મુરલીધરને કોલંબોમાં બાંગ્લાદેશ સામે છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે ૩૫૦મી વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. અશ્વિનને આ ટેસ્ટ મેચથી પહેલા ૩૫૦ વિકેટ પુરી કરવા માટે આઠ વિકેટની જરૂર હતી. પ્રથમ ઇનિંગ્સમાં અશ્વિને સાત વિકેટ ઝડપી હતી. આજે પાંચમા અને અંતિમ દિવસે અશ્વિને બ્રુયનને બોલ્ડ કરીને મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી હતી.

(7:58 pm IST)