Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

પાક. ક્રિકેટ બોર્ડે અહમદ શહજાદ પર લગાવ્યો છે મહિનાનો બેન

નવી દિલ્હી: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ડોપિંગ વિરોધી નિયમોમનું ઉલ્લંઘન કરવાના મામલામાં બેટ્સમેન અહમદ શહજાદ પર ચાર મહીનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. ઇએસપીએનની રિપોર્ટ અનુસાર, શહજાદ પર આ પ્રતિબંધ 10 જુલાઇથી લાગૂ છે. બોર્ડે પાકિસ્તાન કપ દરમ્યાન ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ શહજાદને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.શહજાદ પર લાગેલો આ પ્રતિબંધ હવે 10 નવેમ્બરે સમાપ્ત થશે. પાકિસ્તાન માટે 13 ટેસ્ટ, 81 વનડે અને 57 ટી- 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર શહજાદે પીસીબી દ્વારા લગાવવામાં આવેલ આરોપનો સ્વીકાર કરી લીધો હતો. જોકે, તેમણે સાથે આવું પણ કહ્યું હતુ કે દગો આપવો કે શારીરિક શક્તિ વધારવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો.પીસીબીના ચેરમેન એહસાનમની એ કહ્યું, ક્રિકેટમાં ડોપિંગને લઇને પીસીબીની નીતિ જીરો ટોલેરેન્સની છે. આશા છે કે ભવિષ્યમાં ક્રિકેટર આ વસ્તુને લઇને સાવધાની રાખીશું કે કોઇપણ પ્રતિબંધિત પદાર્થ તેમના સંપર્કમાં નહીં આવે. પાકિસ્તાન બોર્ડ મુજબ મેં મહીનામાં તેમનો યુરિન સેમ્પલ લેવામાં આવ્યો હતો.

 

(6:24 pm IST)