Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

બાપુની બેટબાજી

તલવારબાજીના ખેલ જાણતા રવિન્દ્ર જાડેજાએ ગઈકાલે સેન્ચુરી પૂરી કર્યા પછી બેટથી તલવારબાજી કરી અને તેના કઝીને આજુબાજુમાં બેઠેલા સૌ કોઈને ચૂરમાના લાડુ ખવડાવ્યા

રવિન્દ્ર જાડેજા અને તેની તલવારબાજીની વાતો અઢળક વખત મીડીયામાં આવી ગઈ છે. જાડેજાને તલવારબાજી આવડે પણ છે અને એ માટે તેણે રીતસરની ટ્રેનીંગ પણ લીધી છે. રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ગઈકાલે પોતાની પહેલી સેન્ચુરી પૂરી કર્યા પછી રવિન્દ્રએ બેટથી તલવારબાજીનું કરતબ કરીને ઓડીયન્સને ખુશ કરી દીધી હતી. રવિન્દ્રએ જયારે નેવુ રન પૂરા કર્યા ત્યારે જ તેને સ્ટેડિયમમાંથી ઈશારો કરીને બેટબાજીનું કહેવામાં આવ્યુ હતું અને રવિન્દ્રએ પણ ઈશારો સમજી ગયાના ભાવ સાથે બેટ ઉંચુ કરીને દેખાડ્યુ હતું. એ પછી તેણે જયારે સેન્ચુરી પૂરી કરી ત્યારે ડ્રેસીંગ રૂમની સામે બેટબાજી કરીને ઓડીયન્સ સહિત ટીમ મેમ્બર્સના દિલ પણ જીતી લીધા હતા. બાપુએ ગઈકાલની પોતાની સેન્ચુરી તેની દિકરી નિધ્યાનાને અર્પણ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે, હોમગ્રાઉન્ડ પર આ સૌભાગ્ય મળ્યુ એ જ મારા માટે મોટી વાત છે.

જાડેજાની ઈનિંગ્સ જોવા માટે તેના કઝીન સ્ટેડિયમમાં આવ્યા હતા. રવિન્દ્રએ સેન્ચુરી પૂરી કરી એ પછી તેના પિતરાઈ ભાઈઓએ સ્ટેડિયમમાં તેમની આજુબાજુમાં બેઠેલા સૌ કોઈને ચુરમાના લાડુ ખવડાવ્યા હતા.(૩૭.૫)

(4:00 pm IST)