Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

બેલ્જિયમે ઓસ્ટ્રેલિયાને શૂટઆઉટમાં હરાવીને પ્રથમ વખત હોકીમાં જીત્યો ઓલિમ્પિક ગોલ્ડ

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક 2020 માં, બેલ્જિયમની પુરુષ હોકી ટીમે ગુરુવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને શૂટઆઉટમાં હરાવીને પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ ત્યારબાદ બેલ્જિયમે શૂટઆઉટમાં 3-2થી જીત મેળવી. બેલ્જિયમે સેમિફાઇનલમાં ભારતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેલ્જિયમની જીતમાં મુખ્ય ફાળો આપનાર વેન ઓબેલ હતો, જેણે ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો અને શૂટઆઉટમાં પણ જબરદસ્ત રમત બતાવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

(5:15 pm IST)