Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

17 વર્ષ પછી બાર્સેલોનાથી અલગ થયો ફૂટબોલર મેસી

નવી દિલ્હી: સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ 17 વર્ષ બાદ બાર્સેલોના ક્લબથી અલગ થવાનો નિર્ણય કર્યો છે, જે એક યુગનો અંત છે. બાર્સેલોનાએ ગુરુવારે કહ્યું કે મેસ્સી ક્લબ સાથે નહીં રહે. ક્લબે કહ્યું કે સ્પેનિશ લીગના નાણાકીય નિયમોએ આર્જેન્ટિનાના સ્ટાર સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરવાનું અશક્ય બનાવ્યું છે. મેસ્સીએ બાર્સેલોના સાથે સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે. તેણે ઘણા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યા. બાર્સેલોનાએ જણાવ્યું હતું કે એક નવા સોદાની વાટાઘાટો કરવામાં આવી હતી પરંતુ મેસી માટે આર્થિક સંકડામણને કારણે ક્લબ સાથે રહેવું શક્ય નહોતું.

 

(5:15 pm IST)