Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

નિશાનેબાજ રાહી સ્રનોબતની તબિયતમાં સુધારો: એશિયન ગેમ્સમાં ભાગ લેવા સજ્જ

નવી દિલ્હી :બે વખતની કોમનવેલ્થ ચેમ્પિયન શૂટર રાહી સરનોબત તબિયતમાં સુધારો થયો છે અને હવે તેણી એશિયન ગેમ્સમાં ભાગ લેવા સજ્જ બની છે

  રાહીએ જણાવ્યું હતુ કે, એશિયન ગેમ્સ 15 દિવસ બાદ શરૂ થશે. ત્યાર બાદ કોરિયામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ યોજાવાની છે. બંને ટૂર્નામેન્ટ માટે મારી તૈયારી થઈ ચૂકી છે. હું એશિયન ગેમ્સમાં મેડલ જીતવાના લક્ષ્‍ય સાથે ભાગ લઈ રહી છું.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાહીએ 2010 દિલ્હી અને 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર પિસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ હાથમાં ઈજાને કારણે તેને એક વર્ષનો બ્રેક લેવો પડ્યો હતો. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે સારું પ્રદર્શન કરી શકી નથી. તેણે આ વર્ષે બે શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, પરંતુ એક પણ મેડલ જીત્યો ન હતો.

 

(4:00 pm IST)