Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

હાલના સમયમાં પૂર્વ મહાન ખેલાડીઓને કોચ તરીકે બોલાવી નવા ખેલાડીઓ તૈયાર કરી શકાય

નવી દિલ્હી : ભારતીય બેડિમન્ટન પ્લેયર પી.વી. સિંઘુનું કહેવું છે કે હાલના સમયમાં આપણે આપણા ભૂતપૂર્વ મહાન પ્લેયરોને કોચ તરીકે બોલાવીને નવા પ્લેયર તૈયાર કરાવી શકીએ છીએ. સિંધુનું કહેવું છે કે, 'જો આ વૈશ્વિક મહામારી હજી પણ રહેશે તો આપણ ઇન્ટરનેશનલ કોચને બોલાવી નહીં શકીએ. એવામાં આપણે આપણા દેશના ઇન્ટરનેશનલ લેવલના પ્લેયરોને કોચ તરીકે બોલાવવા જોઇએ.

આજના યુવાઓ પાસે એડિમનિસ્ટ્રેશન બનવાની સારી તક પણ છે. તેઓ સ્પોટર્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના રીજનલ સેન્ટરમાં જઇને એ વિશે વધારે માહિતી પણ મેળવી શકે છે. નવા યુવા પ્લેયર સાથે ઓળખાણ વધારીને તેમના માતા પિતા સાથે સંપર્ક વધારી શકે છે. પ્લેયરના ઘરમાં તેના માતા-પિતાનું ઘણુ મહત્વ હોય છે. રિયો ઓલિમ્પિકસ વખતે હું એકેડેમીમાં શિફટ થઇ હતી. એ વખતે મારી સંભાળ રાખવા માટે મારી મમ્મીએ તેની નોકરી છોડી દીધી હતી અને પપ્પાએ બે વર્ષનો બ્રેક લીધો હતો. ર૦૧પમાં મને ઇન્જરી થયા બાદ તેઓ મારી વધારે સાર-સંભાળ લેવા માંડયા હતાં.

(3:04 pm IST)