Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

સ્મિથ, વોર્નર અને બોનક્રોફટ ચીટર્સ નથી : ગાંગુલી

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યુ હતું કે હું સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફટને શુભેચ્છા આપુ છું. એવી આશા રાખીશ કે તેઓ વાપસી કરશે અને સારૂ રમશે. મુંબઈમાં પુસ્તક 'અ સેન્ચુરી ઈઝ નોટ ઈનફ'ના લોકાર્પણ પ્રસંગે તેણે કહ્યુ હતું કે મને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે. મને એવી આશા છે કે તે ઓસ્ટ્રેલિયા તરફથી રન બનાવશે, કારણ કે મને નથી લાગતુ કે તે ચીટર છે.

(12:53 pm IST)