Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હાર્દિક અને એલી અવરામ વચ્ચે દોસ્તી જ છે કે બીજુ કંઈ?

મુંબઈ : ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બોલીવૂડની હિરોઈન એલી અવરામની દોસ્તી રંગ જમાવી રહી છે. આ બંને મુંબઈ એરપોર્ટે એકબીજાને ગળે લગાડતા જોવા મળ્યા હતા. જે તસ્વીરો સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ છે. એલી અવરામ બિગ બોસની સ્પર્ધક રહી ચૂકી છે અને તેની ગણના ફલોપ હિરોઈન તરીકે થાય છે. આ પહેલા પણ હાર્દિક અને એલી સાથે જોવા મળી ચૂકયા છે. જો કે બંને અફેયરની વાતની પુષ્ટિ કરતા નથી. હાર્દિકના ભાઈ કૃણાલના લગ્નમાં પણ એલી અવરામ જોવા મળી હતી.

(11:38 am IST)