Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રણજી ટ્રોફી ફાઈનલ જંગ : સૌરાષ્ટ્રને ફાઈનલ જીતવા ૨૦૬ રનની જરૂર : ધર્મેન્દ્ર જાડેજાને ૬ વિકેટ

રણજી ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં વિદર્ભની બીજી ઈનિંગમાં ૯૨.૫ ઓવરમાં ૨૦૦ રને ઓલઆઉટ થયુ છે : ધર્મેન્દ્રએ તરખાટ મચાવી ૬ વિકેટો ખેડવી છે, જયારે કમલેશ મકવાણા ૨, જયદેવ ઉનડકટ ૧ અને ચેતન શકારીયાએ ૧ વિકેટ લીધી છે : આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્રનો બીજો દાવ શરૂ થયો છે અને ૫ ઓવરમાં વિના વિકેટે ૧૮ રન બનાવ્યા છે : હાર્વિક દેસાઈ ૭ અને સ્નેલ પટેલ ૧૧ રને દાવમાં છે : સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનવા હજુ ૧૮૮ રનની જરૂર છે

(4:05 pm IST)