Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઇંગ્‍લેન્‍ડની ટીમ માટે સંકટઃ સ્‍ટાર ઓલરાઉન્‍ડર મોઇન અલીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ માટે સોમવારે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેને 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. સાથે તેના સંપર્કમાં આવેલ ક્રિસ વોક્સને પણ સેલ્ફ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઈંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચોની સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી છે.

જાણવા મળી રહ્યું છે કે ક્રિસ વોક્સ મોઇન અલીની સૌથી વધુ નજીક આવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બે દિવસ પહેલા શ્રીલંકા પહોંચી છે. અહીં બંન્ને વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝ 14 જાન્યુઆરીથી શરૂ થશે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ આ સિરીઝ પાછલા વર્ષે માર્ચમાં રમાવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફરી હતી.

(5:39 pm IST)