Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

આપણે કોઇથી ઉતરતા નથી એ ગાંગુલીએ શીખવ્યું હતું

સ્વિંગ કિંગ ઇરફાન પઠાણે ક્રિકેટરના તમામ ફોર્મેટમાંથી રીટાયરમેન્ટ લીધા બાદ કહી મન કી બાત : કેરીઅરમાં જેટલુ પણ ક્રિકેટ રમ્યો એનાથી હું ખુબ જ સંતુષ્ટ છું

નવી દિલ્હી :  ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને 'સ્વિંગ કિંગ'ના નામે ઓળખાતા ઇરફાન પહાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયમેન્ટ લઈ લીધી હોવાની જાહેરાત કરતાં અનેક ચાહકોનાં દિલ દુભાયાં હતાં. વળી ટીમના સાથી અને વર્તમાન પ્લેયરોએ તેને જીવનની નવી ઇનિંગ માટે શુભેચ્છા આપી હતી. આ બધી વાત વચ્ચે ઇરફાનનું કહેવું છે કે હું આજે જે કંઈ છું એ ક્રિકેટને લીધે છું અને જેટલી પણ ક્રિકેટ હું રમ્યો છું એનાથી ખુશ છું.

મારી સફરથી ખુશ છુ

પોતાના ક્રિકેટ કરીઅરની જર્નનિ સંતોષકારક ગણાવતાં ઇરફાને કહ્યું કે 'મારા માટે આ સફર સંતોષકારક   રહી છે. તમને   હંમેશાં કંઈક સારું  જોઈતું હોય છે, સારી તક   જોઈતી હોય છે. તમે જે પણ  ઈરફાન પઠાણ પોતાની કિકેટ-કરીઅરમાં કુલ ર૯ ટેસ્ટ, ૧ર૦ વન-ડે અને ર૪ ટીર૦ મેચ રમ્યો છે જેમાં તેણે અનુકમે ૧૧૦૫ રન અને ૧૦૦ વિકેટ, ૧૫૪૪ રન અને ૧૭૩ વિકેટ તેમ જ ૧૭૨ રત અને ર૮ વિકેટ લીધી હતી. ર૦૦૬માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં હેંટ-ટ્રેક લેનારો આ પ્લેયર ટીમ ઈન્ડિયા માટે ર૦૧રમાં છેલ્લી મેચ રમ્યો હતો. ગેમ રમો છો એમાં અલગ અને સારો   પર્ફોર્મન્સ આપવા ધારો છો છતાં તમે દરેક ગેમમાં સફળ નથી થતા. મને યાદ  છે કે મારા એકસ-ક્રિક્રેટર મને કહેતા કે મારા સારા કરતાં ખરાબ દિવસો વધારે   આવશે, પણ મારા મતે હું આજે જે છું એ  ક્રિકેટને લીધે છું.

ગાંગુલી-દ્રવિડની સરખામણી ન થઈ શકે

પઠાણ પોતાના ક્રિકેટ-કરીઅરની મોટા   ભાગની મેચો સૌરવ ગાંગુલી અને રાહુલ   દ્રવિડના નેતૃત્વમાં રમ્યો છે. આ બન્ને   પ્લેયરોની વાત કરતાં ઇરફાને કહ્યું કે 'બન્ને પ્લેયરો પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ જયારે કપરા સમયમાં હતી ત્યારે સૌરવે ટીમને સંભાળી હતી. સિનિયર અને જુનિયર પ્લેયરો વચ્ચેની કડી બનવાનું કામ દ્રવિડ ખૂબ સારી રીતે કરી શકતો. આ બન્નેએ મને ઘણું શીખવ્યું છે. આપણે અન્ય કોઈ ટીમ કરતાં નબળા નથી એ વાત મતે ગાંગુલીએ શીખવી, જયારે રાહુલ દ્રવિડ મને નવા બોલ સાથે અને બેટિંગ ઓર્ડરમાં ઉપર આવીને રમવાની તક વધારે આપી.

ટોપ-ઓર્ડરમાં રમાડવાનો આઇડિયા સચિન તેન્ડુલકરનો

 કોચ ગ્રેગ ચેપલના વડપણમાં ઇરફાન પઠાણને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી હતી. એ વિશે વાત કરતાં પઠાણે કહ્યું કે 'મને ટોપ ઓર્ડરમાં બેટિંગ માટે મોકલવાનો આઇડિયા માત્ર ગ્રેગ ચેપલનો નહીં, સચિન તેન્ડુલકરનો પણ હતો. બરોડા અન્ડર-૧૬માં હું ત્રીજા નંબરે બેટિંગ કરવા આવતો અને રણજી ટ્રોફીમાં પણ હું ટોપ ઓર્ડરમાં જ રમતો, પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં કદાચ એ લાંબા સમય માટે શકય ન બન્યું.

(3:54 pm IST)