Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

આઈપીએલની મેચો હવે દૂરદર્શન પર પ્રસારિત થાય તેવી શક્યતાઓ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચોનું પ્રસારણ દૂરદર્શન પણ થાય તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ આના માટે બીસીસીઆઇ પર દબાણ કરી રહ્યું છે, જેથી આઇપીએલની મેચો સરકારી ચેનલ પર જોવા મળી શકે. ખાસ વાત તો એ છે કે રમત મંત્રાલય પણ આ વાતનું સમર્થન કરી રહ્યું  છે.  સમગ્ર મામલે છેલ્લાં બે-ત્રણ સપ્તાહથી વાતચીત ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આઇપીએલની મેચોનું ખાનગી ચેનલો પર જીવંત પ્રસારણ થતું આવ્યું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારના આ નિર્ણયથી ક્રિકેટની રમત બહોળી સંખ્યા સુધી પહોંચી જશે. સૂત્રો અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલય અને તેનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આના માટે રમત મંત્રાલયને એક દરખાસ્ત મોકલી છે.

જો આ દરખાસ્ત પર મંત્રાલયની મંજૂરી મળી જશે તો તે ક્રિકેટની રમત માટે એક મોટો નિર્ણય સાબિત થશે. જો આમ થયું તો ક્રિકેટની રમતનો દાયરો વધશે અને ખાનગી ચેનલો ઉપરાંત આઇપીએલ દૂરદર્શન પર પણ જોવા મળી શકશે. આઇપીએલ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. દેશભરમાં આ ટૂર્નામેન્ટની મેચો રમાય છે. દર વર્ષે મેચનાં સ્થળ બદલાય છે. ખેલાડીઓથી માંડીને આયોજકો જબરદસ્ત કમાણી કરે છે.

(4:44 pm IST)