Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

૧૭ વર્ષ બાદ બિહારને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટેની મળી મંજૂરી

નવી દિલ્હી:હવે બિહારની ક્રિકેટ ટીમ બિહાર ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના બેનર હેઠળ રણજી ટ્રોફી અને અન્ય સ્થાનિક ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. સુપ્રીમ કોર્ટે ૧૭ વર્ષ બાદ બિહારને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટેની મંજૂરી આપી દીધી છે. 
ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એએમ ખાનવીલકર અને જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે ક્રિકેટના હિતોને ધ્યાનમાં રાખીને આ ચુકાદો જાહેર કર્યો છે. બિહારમાંથી ઝારખંડ રાજ્ય અલગ થયા બાદ ૧૫ નવેમ્બર ૨૦૦૨ના રોજ બિહાર ક્રિકેટ એસોસીએશન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, જેના કારણે છેલ્લા ૧૭ વર્ષથી બિહારની ટીમ રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી કે અન્ય કોઈ સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્તી નથી. 

(4:44 pm IST)