Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

કેપટાઉન ટેસ્ટ : ભારતનો ધબડકો, ૩ વિકેટે ૨૮ રન

કોહલી, મુરલી વિજય, ધવન સસ્તામાં આઉટ : આફ્રિકાના પ્રથમ દાવમાં ૨૮૬ રન આઉટના જવાબમાં ભારતીય બેટ્સમેનોની ખુબ જ નિરાશાજનક બેટિંગ રહી

કેપટાઉન,તા. ૬ : કેપટાઉન ખાતે શરૂ થયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે પ્રવાસી ભારતીય ટીમની હાલત પણ ખરાબ થઇ ગઇ હતી. પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને માત્ર ૨૮ રન બનાવ્યા હતા. રોહિત શર્મા શુન્ય અને ચેતેશ્વર પુજારા પાંચ રન સાથે રમતમાં હતો. ભારતે ૧૧ ઓવરમાં માત્ર ૨૮ રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ફિલાન્ડર, સ્ટેઇન અને મોર્કેલે એક એક વિકેટ ઝડપી હતી. ભારત તરફથી મુરલી વિજય માત્ર એક, શિખર ધવન ૧૬ અને કેપ્ટન વિરાટ કોહલી માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. વિરાટ કોહલી લગ્ન કર્યા બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીચ  મેચમાં રમી રહ્યો છે. વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં હતો. જો કે અહીં ફ્લોપ રહ્યો છે. ઝડપી વિકેટ પર ભારતની તકલીફ વધી શકે છે. તે પહેલા ભુવનેશ્વરની શાનદાર બોલિંગના લીધે આફ્રિકાની ટીમ ૭૩.૧ ઓવરમાં જ ૨૮૬ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી ડિવિલિયર્સે ૬૫ અને પ્લેસિસે ૬૨ રન કર્યા હતા. ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા.અમલા ત્રણ રન કરીને આઉટ થયો હતો. જ્યારે બંને ઓપનિંગ બેટ્સમેનોમાં એલ્ગર શૂન્ય અને મારક્રમ પાંચ રન કરીને આઉટ થયો હતો. આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આંકડા દર્શાવે છે કે, દક્ષિણ આફ્રિકાની સામે ક્લીન સ્વીપ થયા બાદ પણ ભારત નંબર વનના સ્થાન પર જ રહેશે. ભારત તેના નંબર વનના તાજને ગુમાવશે નહી. જો દક્ષિણ આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો તે ટોપ બે ટીમોમાં સામેલ થઇ જશે. ભારતીય ટીમ હાલમાં ૧૨૪ પોઇન્ટ ધરાવે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તેના કરતા ૧૩ પોઇન્ટ પાછળ છે. કેપટાઉન ટેસ્ટ અને બાકીની ટેસ્ટ આફ્રિકા જીતશે તો પણ ભારતીય ટીમ નંબર વન પર રહેશે. જો આફ્રિકા ત્રણેય ટેસ્ટ જીતી લેશે તો બન્ને ટીમોના ૧૧૮ પોઇન્ટ થઇ જશે. આવી સ્થિતીમા ભારત નંબર એક પર રહેશે. કારણ કે તે થોડાક માટે આફ્રિકાથી આગળ રહેશે. જો પાકી ગણતરી કરવામાં આવે તો ભારતના પોઇન્ટ ૧૧૮.૪૭ થશે.  જ્યારે આફ્રિકાના ૧૧૭.૫૩ થઇજશે.

કેપટાઉન ટેસ્ટ : સ્કોરબોર્ડ

આફ્રિકા પ્રથમ દાવ :

એલ્ગર

કો. સહા બો. ભુવનેશ્વર

૦૦

મારક્રમ

એલબી બો. ભુવનેશ્વર

૦૫

અમલા

કો. સહા બો. ભુવનેશ્વર

૦૩

ડિવિલિયર્સ

બો. બુમરાહ

૬૫

પ્લેસિસ

કો. સહા બો. પંડ્યા

૬૨

ડિકોક

કો. સહા બો. ભુવનેશ્વર

૪૩

ફિલાન્ડર

બો. સામી

૨૩

મહારાજ

રનઆઉટ

૩૫

રબાડા

કો. સહા બો. અશ્વિન

૨૬

સ્ટાઇન

અણનમ

૧૬

મોર્કેલ

એલબી બો. અશ્વિન

૦૨

વધારાના

 

૦૬

કુલ

(૭૩.૧ ઓવરમાં ઓલઆઉટ)

૨૮૬

પતન  : ૧-૦, ૨-૭, ૩-૧૨, ૪-૧૨૬, ૫-૧૪૨, ૬-૨૦૨, ૭-૨૨૧, ૮-૨૫૮, ૯-૨૮૦, ૧૦-૨૮૬

બોલિંગ : ભુવનેશ્વર : ૧૯-૪-૮૭-૪, સામી : ૧૬-૬-૪૭-૧, બુમરાહ : ૧૯-૧-૭૩-૧, પંડ્યા : ૧૨-૧-૫૩-૧,  અશ્વિન : ૭.૧-૧-૨૧-૨

ભારત પ્રથમ દાવ :

વિજય

કો. એલગ્ર બો. ફિલાન્ડર

૦૧

ધવન

કોએન્ડ બો. સ્ટેઇન

૧૬

પુજારા

અણનમ

૦૫

કોહલી

કો. ડિકોક બો. મોર્કેલ

૦૫

રોહિત શર્મા

અણનમ

૦૦

વધારાના

 

૦૧

કુલ

(૧૧ઓવરમાં ત્રણ વિકેટે)

૨૮

પતન  : ૧-૧૬, ૨-૧૮, ૩-૨૭

 

 

બોલિંગ : ફિલાન્ડર : ૪-૧-૧૩-૧, સ્ટેઇન : ૪-૧-૧૩-૧, મોર્કેલ : ૨-૨-૦-૧, રબાડા : ૧-૦-૧-૦

(12:30 pm IST)