Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

હોકી વર્લ્ડ કપઃ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 3-0થી હરાવ્યું: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત કરી

ઓસ્ટ્રેલિયાએ ઓડિશા હોકી વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલા બીજા ગ્રુપ મેચમાં 3-0થી વિજય હાસિલ કર્યો છે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ પૂલ-બીમાં 6 પોઈન્ટની સાથે સર્વોચ્ચ સ્થાન પર કબજો જાળવી રાખતા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડનો પ્રથમ ગ્રુપ મેચ ડ્રો રહ્યો હતો અને તેવામાં તેના ખાતામાં માત્ર એક પોઈન્ટ છે.

    પહેલા હાફમાં ઓસ્ટ્રેલિયાએ એક બાદ એક બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા પંરતુ ઈંગ્લેન્ડના ગોલકીપર જોર્જ પિનરે બંન્નેને અસફળ કરતા પોતાની ટીમની જીતની આશા યથાવત રાખી હતી. 29મી મિનિટે ઈંગ્લેન્ડને પણ પેનલ્ટી કોર્નર મળ્યો અને અહીં ઓસ્ટ્રેલિયાના ગોલકીપર લોવેલે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. તેણે વર્લ્ડ નંબર-7ના પ્રયત્નને અસફળ રહ્યો હતો.

(9:22 pm IST)