Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે ૧૭૮ રનની જરૂર

ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ૧૩૮ રનમાં ખખડ્યું : એન્ડરસન-વોક્સના તરખાટથી ટેસ્ટ મેચ રોમાંચક બની

એડિલેડ,તા. ૫ : એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે મેચ અતિ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ હતી. બંને ટીમોને આ ટેસ્ટ મેચ જીતવાની તક રહેલી છે. એક બાજુ ઇંગ્લેન્ડે શ્રેણી બરોબર કરવાની તક છે જ્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાને ૨-૦થી લીડ મેળવી લેવાની તક છે. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બીજા દાવમાં ૧૩૮ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે આજે જીતવા માટેના ૩૫૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચાર વિકેટ ગુમાવીને ૧૭૬ રન કર્યા હતા. રમત બંધ રહી ત્યારે કેપ્ટન રુટ ૬૭ અને વોક્સ પાંચ રન સાથે રમતમાં હતા. ગઇકાલે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૫૩ નર કર્યા હતા. આજે યજમાન ઓસ્ટ્રેલિયાએ તેની ઇનિંગ્સને આગળ વધારી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે  ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા. મેન ઓફ દ મેચ તરીકે સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે શાનદાર સદી ફટકારી હતી અને ટેસ્ટ કેરિયરની ૨૦મી સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૪૪૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૨૨૭માં ઓલઆઉટ થઇ હતી. જો કે, ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાને ૧૩૮ રનમાં ઓલઆઉટ કરી દેતા પ્રવાસી ઇંગ્લન્ડની ટીમની એડિલેડ ટેસ્ટમાં વાપસી થઇ છે. એન્ડરસને જોરદાર તરખાટ મચાવીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે વોક્સે ૩૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

સ્કોર બોર્ડ : એડિલેડ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા  પ્રથમ દાવ : ૪૪૨-૮ (ડિક)

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૨૨૭

ઓસ્ટ્રેલિયા બીજો દાવ :

બેનક્રોફ્ટ

કો. બેરશો બો. એન્ડરસન

૦૪

વોર્નર

કો. રુટ બો. વોક્સ

૧૪

ખ્વાજા

એલબી બો. એન્ડરસન

૨૦

સ્મીથ

એલબી બો. વોક્સ

૦૬

હેન્ડસકોમ્બ

કો માલન બો. એન્ડરસન

૧૨

લિયોન

કો. બ્રોડ બો. એન્ડરસન

૧૪

માર્શ

બો. વોક્સ

૧૯

પેની

કો. ઓવરટન બો. વોક્સ

૧૧

સ્ટાર્ક

કો. અલી બો. એન્ડરસન

૨૦

કમિન્સ

અણનમ

૧૧

હેઝલવુડ

કો. માલન બો. ઓવરટન

૦૩

વધારાના

 

૦૪

કુલ

(૫૮ ઓવરમાં ઓલઆઉટ)

૧૩૮

પતન  : ૧-૫, ૨-૩૯, ૩-૪૧, ૪-૫૦, ૫-૭૧, ૬-૭૫, ૭-૯૦, ૮-૧૨૨, ૯-૧૨૮, ૧૦-૧૩૮

બોલિંગ : એન્ડરસન : ૨૨-૭-૪૮-૫, બ્રોડ : ૧૩-૬-૨૬-૦, ઓવરટન  : ૨-૦-૧૧-૧, વોક્સ : ૧૬-૩-૩૬-૪, અલી : ૫-૦-૨૦-૦

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૨૨૭

કુક

એલબી બો. લિયોન

૧૬

સ્ટોનેમન

કો. ખ્વાજા બો. સ્ટાર્ક

૩૬

વિન્સ

કો. હેન્ડ્સકોંબ બો. સ્ટાર્ક

૧૫

રુટ

અણનમ

૬૭

માલન

બો. કમિન્સ

૨૯

વોક્સ

અણનમ

૦૫

વધારાના

 

૦૮

કુલ

(૬૨ ઓવરમાં ૪ વિકેટે)

૧૭૬

પતન  : ૧-૫૩, ૨-૫૪, ૩-૯૧, ૪-૧૬૯

 

 

બોલિંગ : સ્ટાર્ક : ૧૪-૨-૬૫-૨, હેઝલવુડ : ૧૪-૫-૩૭-૦, કમિન્સ : ૧૪-૫-૨૯-૧, લિયોન : ૨૦-૫-૩૭-૧

(8:22 pm IST)