Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

યુસેન બોલ્ટે પોતાની પ્રતિમાનું કર્યું અનાવરણ

નવી દિલ્હી: દુનિયાના સૌથી ઝડપી દોડવીર યુસેન બોલ્ટે કિંગસ્ટન નેશનલ સ્ટેડિયમ ખાતે પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. જમૈકન સરકાર અને પ્રધાનમંત્રી એન્ડ્ર્યુ હોલનેસે દેશના સૌથી પ્રખ્યાત અને સફળ એથ્લીટ બોલ્ટની આ પ્રતિમા સ્થાપિત કરવામાં મદદ કરી છે. આ પ્રતિમા એજ જગ્યા પર બનાવવામાં આવી છે જ્યાં 15 વર્ષ પહેલા બોલ્ટે જુનિયર ચેમ્પિયનશિપ જીતીને દુનિયાભરમાં નવી સિદ્ધિ મેળવી હતી. બીજિંગ,લંડન અને રિયો માં સતત ત્રણ  ઓલમ્પિકમાં સુવર્ણ પદક મેળવનાર બોલ્ટનું કહેવું છે કે મારા માટે આ સૌથી મોટી સિદ્ધિ છે. મારી પાસે આ વાતને રજૂ કરવા માટે શબ્દ નથી. હું ખુબ ખુશ અને ઉત્સાહી છું મારી આ પ્રતિમાને જોઈન, બોલ્ટે  કેરિયરમાં 11 વિશ્વ અને આઠ ઓલમ્પિક પદક મેળવ્યા છે.

 

(6:36 pm IST)