Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પ્રો કબડ્ડી લીગ: ગુજરાત ફોર્ચ્યુનને મળી સતત પાંચમી જીત

નવી દિલ્હી: ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ ટીમે પ્રો.કબડ્ડી લીગમાં લય મેળવતાં સતત પાંચમો વિજય મેળવ્યો હતો. ગુજરાતે પોતાની છઠ્ઠી મેચમાં દબંદ દિલ્હીને ૪૫-૪૮થી હરાવી ઝોન એમાં ૨૯ પોઇન્ટ સાથે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું હતું. ગુજરાત અને દિલ્હી વચ્ચે પહેલાં મેચ યોજાઈ હતી જે ૩૨-૩૨થી ડ્રો રહી હતી. તે મેચમાં દિલ્હીએ અંતિમ મિનિટોમાં વાપસી કરતાં મેચ ટાઈ કરી હતી પરંતુ વખતે ગુજરાતે દિલ્હીને તક આપ્યા વિના મુકાબલો જીતી લીધો હતો. મેચમાં ગુજરાતે ૨૫ રેડ પોઇન્ટ ૧૨ ટેકલ પોઇન્ટ, ઓલઆઉટના ચાર પોઇન્ટ અને એક્સ્ટ્રા ચાર પોઇન્ટ મેળવ્યા હતા. દબંગ દિલ્હીએ ૨૬ રેડ પોઇન્ટ, ટેકલ પોઇન્ટ, ઓલઆઉટના ચાર પોઇન્ટ અને બે એક્સ્ટ્રા પોઇન્ટ મેળવ્યા હતા. ગુજરાત તરફથી ડોંગ જિઓન લીએ ૧૦ પોઇન્ટ, રોહિતે સાત, પરવેશ ભેંસવાવે અને સચિને પોઇન્ટ મેળવ્યા હતા.ગુજરાતની ટીમે પ્રથમ હાફમાં શરૂઆતથી દિલ્હી પર હાવી થતાં શરૂઆતની પાંચ મિનિટમાં ૧૨-૩ની સરસાઈ મેળવી લીધી હતી. તેની પાંચ મિનિટ બાદ પણ ગુજરાતે પોતાનો દબદબો જાળવી રાખતાં ૧૫-૮ની લીડ મેળવી હતી. દિલ્હીની ટીમે તે પછી વાપસી કરતાં લીડ ઘટાડી ૧૬-૧૮ કરી હતી. ગુજરાતને બે પોઇન્ટની સરસાઈ હતી ત્યારે સચિન અને રોહિત ગુલિયાએ શાનદાર પ્રદર્શન કરતાં પ્રથમ હાફમાં દિલ્હી સામે ૨૭-૧૮ની લીડ મેળવી હતી. દરમિયાન ગુજરાતે દિલ્હીને બે વખત ઓલઆઉટ કરી હતી જ્યારે દિલ્હીએ ગુજરાતને એક વખત ઓલઆઉટ કરી હતી. પ્રથમ હાફ બાદ દિલ્હીની ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી.બીજા હાફમાં પણ ગુજરાતે દિલ્હી સામે સતત લીડ જાળવી રાખતાં એક સમયે ૩૮-૩૦ની લીડ મેળવી હતી. દિલ્હીની ટીમે ફરી મેચમાં વાપસી કરતાં લીડ ઘટાડી ૩૭-૪૧ કરી દીધી હતી. મેચ પૂર્ણ થવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ગુજરાતને ચાર પોઇન્ટની સરસાઈ હતી. ગુજરાતે ત્યારબાદ દિલ્હીને વાપસીની તક આપ્યા વિના મેચ ૪૫-૩૮થી જીતી લીધી હતી.

 

(7:22 pm IST)