Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ચાઈના ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં માઇકલ જાઝીરી

નવી દિલ્હી: શાંઘાઈ માસ્ટર્સ અગાઉ બેઈજિંગમાં ચાલી રહેલી ચાઈના ઓપનમાં બીજો સીડ ધરાવતા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 7-6 (7-4), 2-6, 6-4થી હરાવીને ટયુનિશીયાના માઇકલ જાઝીરીએ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ઈટાલીના ફાબિયો ફોગ્નીનીએ રશિયાના યુવા ખેલાડી રૃબ્લોવ સામે આસાનીથી ૬-૪, ૬-૩થી વિજય મેળવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં ફોગ્નીની ટક્કર હંગેરીના માર્ટોન ફુસ્કોવિચ સામે થશે. ફુસ્કોવિચે રાઉન્ડ ઓફ ૧૬માં આઠમો સીડ ધરાવતા ઈટાલીના સેસીનાટોને ૬-૪, ૬-૨થી પરાસ્ત કર્યો હતો. જ્યોર્જીયાના બાસીલાશ્વીલીએ ૭-૬ (૭-૩), ૬-૪થી સ્પેનના વર્ડાસ્કોને હરાવીને આગેકૂચ કરી હતી. ટોપ સીડ ધરાવતા આર્જેન્ટીનાના ડેલ પોટ્રોનો મુકાબલો ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાના કાર્જીનોવિચ સામે થશે. જ્યારે બ્રિટનનો કાયલ એડમંડ સર્બિયાના ડુસાન લાજોવિચ સામે ટકરાશે.

(4:27 pm IST)