Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સૌથી મોટી ઉંમરે હેટ-ટ્રિક

ઇમરાન તાહિરે વન-ડે ઇતિહાસની ૪૫મી હેટ-ટ્રિક ૨૦મી ઓવરના બીજા બોલમાં લીધી હતી અને સાઉથ આફ્રિકા વતી હેટ-ટ્રિક લેનાર ચોથો બોલર બન્યો હતો. તેણે ૩૯ વર્ષ અને ૧૯૦ દિવસની વયે હેટ-ટ્રિક લઈને વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી વયે હેટ-ટ્રિક લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પાછલો રેકોર્ડ પણ ઝિમ્બાબ્વેના એડે બ્રાન્ડેસના નામે હતો. તેણે ૩૩ વર્ષ અને ૧૦ મહિનાની વયે ઈગ્લેન્ડ સામે ૧૯૯૭માં હેટ-ટ્રિક લીધી હતી.(૩૭.૪)

(3:50 pm IST)