Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

સુનિલ ગાવસ્કરે કોહલીની ટીમની કરી ટીકા

નવી દિલ્હી:ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ચોથી ટેસ્ટની હાર સાથે શ્રેણી ગુમાવનારી ભારતીય ટીમની અને કેપ્ટન કોહલીની ઉગ્ર ટીકા કરી હતી. ગાવસ્કરે કહ્યું હતુ કે, કોહલી એક બેટ્સમેન તરીકે શ્રેષ્ઠ બનીને બહાર આવ્યો છે, પણ કેપ્ટન તરીકે ફ્લોપ સાબિત થયો છે. ગાવસ્કરે ભારે નિરાશા સાથે કહ્યું કે, જ્યારે કોહલીએ ટેસ્ટનું સુકાન સંભાળ્યું ત્યારે લાગતુ હતુ કે, તે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈએ પહોંચાડશે, પણ અફસોસ સાથે કહેવું પડે છે કે, તે બધાની અપેક્ષામાં નિષ્ફળ રહ્યો છેગાવસ્કરે કહ્યું કે, ભારત ઈંગ્લેન્ડ પ્રવાસમાં અત્યાર સુધીની ચારેય ટેસ્ટમાં પાંચ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેનો સાથે રમવા ઉતર્યું હતુ. તેઓ આવી વ્યુહરચના શા માટે અપનાવે છે તે મારી સમજથી તો બહાર છે. પહેલા તો ટીમમા માત્ર પાંચ બેટ્સમેનને સમાવવામાં આવે છે અને પછી દર વખતે કોહલી પાસે મોટી ઈનિંગની આશા રાખવામા આવે તે બાબત યોગ્ય નથી.ઈંગ્લેન્ડમાં ભારતની હારનું કારણ બેટ્સમેનો છે, તેમ જણાવતા ગાવસ્કરે કહ્યું કે, જો અન્ય બેટ્સમેનો પણ કોહલીની જેમ ૪૦૦-૫૦૦ રન ફટકારવા માડે તો ભારત હારે નહી.

 

(6:11 pm IST)